અવિશ્વાસની દરખાસ્ત પર સૌથી પહેલાં બોલનારા સાંસદ છે મોટી કંપનીના માલિક, 1000 કરોડના આસામી, જાણો વિગત
52 વર્ષીય જયદેલ ગલ્લાનો જન્મ આંધ્ર પ્રદેશના ચિત્તુરના દિગુવામાગમમાં થયો હતો. તેમના પિતાનુ નામ રામચંદ્ર નાયડુ ગલ્લા અને માતાનું નામ અરુણા કુમારી ગલ્લા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભામાં 7 કલાકના ડિસ્કશન અને વૉટિંગમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારી પાર્ટી ટીડીપીને બોલવા માટે 13 મિનીટનો સમય મળ્યો, જેમાં સૌથી પહેલા પાર્ટી વતી બોલવા ઉભા થયેલા ટીડીપીના વરિષ્ઠ નેતા જયદેવ ગલ્લા હતા. જયદેવ ગલ્લા રાજકારણીની સાથે સાથે બિઝનેસમેન પણ છે.
જયદેવ ગલ્લાની પત્નીનું નામ પદ્માવતી ગલ્લા છે અને તેમના બે બાળકો છે. હાલ તેઓ ગતુંરમાં રહે છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં ટીડીપી તરફથી ગંતુર લોકસભા બેઠક પરથી ચૂંટાયાછે.
નવી દિલ્હીઃ આજે સંસદમાં મોદી સરકારની અગ્નિ પરીક્ષા છે, સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પહેલીવાર અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરી રહી છે. ચોમાસુ સત્રમાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને લાવનારો પક્ષ આંધ્રપ્રદેશનો પ્રાદેશિક પક્ષ તેલુંગુ દેશમા પાર્ટી છે. લોકસભામાં પોતાના 18 સાંસદો સાથે આવેલી આ પાર્ટીએ મોદી સરકારની અગ્નિ પરીક્ષા કરાવી દીધી છે.
જયદેવ ગલ્લા અમરા રાજ ગ્રુપના સીઇઓ અને માલિક છે. જે 1000 કરોડથી પણ વધુના આસામી છે. 1992માં સૌથી પહેલા અમેરિકાના પ્રખ્યાત બેટરી બ્રાન્ડ જીએનબી બેટરી સાથે ટાઇપઅ કર્યું અને સેલ્સ અને સર્વિસ માટે 26 ટકાની ભાગીદારી કરી હતી. જેમાંથી જયદેવ ગલ્લાએ અમરા રાજા બેટરીઝ લિમીટેડ કંપનીની સ્થાપના કરી. અમરા રાજા ગ્રુપ બેટરી પ્રૉડક્શન કરી રહ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -