અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા શરૂ કરનારા ગલ્લા જયદેવ છે ક્યા તેલુગુ સુપરસ્ટારનો બનેવી?
મહેશ બાબુનો જન્મ તામિલનાડુના ચેન્નાઇમાં થયો હતો, તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર એક્ટર ક્રિષ્ના ઇન્દ્રનો ચોથા નંબરનો પુત્ર છે. તેની માતાનું નામ વિજયા નિર્મલા છે. 1979થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારા મહેશબાબુ આજે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર બની ગયા છે.
નવી દિલ્હીઃ સંસદમા મોદી સરકાર સામે સૌપ્રથમ બોલવા ઉભા થયેલા તેલુગુ દેશમ પાર્ટીના નેતા જયદેવ ગલ્લાએ કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કર્યો. જયદેવ ગલ્લા આંધ્રપ્રદેશની ગંતુર લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેમની પાર્ટી ટીડીપીએ ચોમાસુ સુત્રમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો, અહીં તેમની પર્સનલ લાઇફ વિશે માહિતી આપવામાં આવી છે.
52 વર્ષીય જયદેલ ગલ્લાનો જન્મ આંધ્ર પ્રદેશના ચિત્તુરના દિગુવામાગમમાં થયો હતો. તેમના પિતાનુ નામ રામચંદ્ર નાયડુ ગલ્લા અને માતાનું નામ અરુણા કુમારી ગલ્લા છે. 2014ની ચૂંટણીમાં તેઓ ગંતુર લોકસભા બેઠક પરથી ટીડીપી તરફથી ચૂંટાઇ આવ્યા છે.
મહેશ બાબુના બનેવી એટલે કે જયદેવ ગલ્લા ટીડીપીના સાંસદ અને મોટા બિઝનેસમેન પણ છે. જયદેવ ગલ્લા 1000 કરોડના ટર્નઓવર વાળી અમરા રાજ ગ્રુપના સીઇઓ અને માલિક છે. તેમને 1992માં કંપનીની સ્થપાના કરી હતી. તેમની કંપની બેટરીનું પ્રૉડક્શન કરે છે.
જયદેવ ગલ્લા સાઉથના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુનો બનેવી છે. જયદેવ ગલ્લાની પત્ની પદ્માવતી ગત્તામાનેની જયદેવ ગલ્લાની બહેન છે. મહેશ બાબુ હૈદરાબાદના જ્યૂબિલી હિલ્સ વિસ્તારમાં રહે છે અને તેને બૉલીવુડ એક્ટર નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. 42 વર્ષીય આ સુપરસ્ટાર તેલુંગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સક્સેસ એક્ટર અને પ્રૉડ્યૂસર છે.