ભાજપથી છેડો ફાડવા અંગે ચંદ્રાબાબુની ટીડીપીએ લીધો શું નિર્ણય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2018 03:22 PM (IST)
1
આ પહેલા પાર્ટીના સાંસદ ટીજી વેંકટેશે બજેટ બાદ બીજેપી સામે બંડ પોકારવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્યમાં બીજેપી-ટીડીપી એક સાથે છે. લોકસભામાં ટીડીપીના 16 સાંસદ છે. જ્યારે આંધ્રપ્રદેશ વિધાનસભામાં બીજેપીના ચાર સાંસદ છે. આ પહેલા બજેટને લઇ શિવસેના પણ નારાજ છે.
2
વિજયવાડાઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડૂને ફોન કરીને આજની બેઠકમાં કોઇ ફેંસલો ન લેવાની અપીલ કરી હતી. બીજેપીની સહયોગી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) બજેટમાં આંધ્ર પ્રદેશની અવગણના કરવાની નારાજ છે.
3
શાહની અપીલ બાદ હાલ ટીડીપી એનડીએથી અલગ નહીં થાય. આજે મળેલી મીટિંગમાં એનડીએથી અલગ થવું કે નહીં તે અંગે કોઈ ફેંસલો લેવામાં આવ્યો નહોતો. સંસદીય દળના નેતા વાઇ એસ ચૌધરીએ કહ્યું કે બીજેપી સાથેનો વિવાદ 4 દિવસમાં સંસદની અંદર જ ઉકેલાઇ જશે.