બજેટથી નારાજ ભાજપના શિવસેના સિવાયના આ સાથી પક્ષે આપી છેડો ફાડવાની ધમકી, જાણો વિગત
થોડા દિવસ પહેલા જ તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ એનડીએ સાથે છેડો ફાડવાના સંકેત આપ્યા હતા. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે, પોતાની મિત્રતા પૂરી રીતે નિભાવી રહ્યા છે પરંતુ જો આ ગઠબંધન તૂટશે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી રાજ્યમંત્રી તથા ટીડીપી નેતા વાઈએસ ચૌધરીએ કહ્યું કે, બજેટને જોઇને તેમને નિરાશા હાથ લાગી છે. તેમણે કહ્યું કે, સરકારે આંધ્ર પ્રેદશના અનેક મુદ્દા પર બિલકુલ પણ ધ્યાન આપ્યું નથી.
જણાવીએ કે મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ ફરી એક વખત બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીના બજેટ પર તેમણે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, તે ખૂબ જ દુઘી છે. તેમણે કહ્યું કે, તે આ મુદ્દે દિલ્હી વાત કરશે. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપનું આ અંતિમ પૂર્ણ બજેટ હતું તેમ છતાં સામાન્ય લોકોને તરફ આ બજેટમાં કંઈ ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું.
વેન્કટેશને કહ્યું કે, અમારી પાસે ત્રણ રસ્તા છે, પ્રથમ છે સમજૂતી સુધી પહોંચીએ અને ગઠબંધન ચાલુ રાખીએ. બીજો છે અમારા સાંસદ સંસદન સભ્ય તરીકે રાજીનામું આપે. ત્રીજો રસ્તો છે કે અમે ગઠબંધન તોડવા પર વિચાર કરી રહ્યા છીએ. તમામ સાંસદો હાલમાં સીએમ ચંદ્રબાબુ નાયડૂને મળશે અને બાદમાં જે પણ નિર્ણય થશે તે બધાને જણાવવામાં આવશે.
નવી દિલ્હીઃ બજેટ 2018થી નારાજ સહયોગી પક્ષ તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)એ સરકાર વિરૂદ્ધ ખુલને નારાજગી વ્યક્ત કરી છે. ટીડીપી સાંસદ ટીજી વેન્કટેશને કહ્યું કે, હાલમાં અમે હવે યુદ્ધની જાહેરાત કરીએ છે અને જો સરકાર ગંભીર નહીં થાય તો ગઠબંધન પણ ટૂટી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -