લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપના યોજાયા શાહી લગ્ન, CM નીતીશ કુમાર, અખિલેશ યાદવ સહિત દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા, જુઓ તસવીરો
સમાજવાદી પાર્ટીની અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેની પત્ની ડિંપલ યાદવ પણ લગ્નમાં પહોંચ્યા હતા.
રામ વિલાસ પાસ પણ લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા.
લગ્નમાં લગભગ 15 હજાર લોકોના આવવાની સંભાવના હતી અને તેના માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી હતી.
હજારોની સંખ્યામાં મહેમાનોનો જમાવડો જોવા મળ્યો હતો. તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ લગ્નમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ પહોંચ્યા હતા. અને લાલૂ યાદવના પરિવારના સદસ્યોને આશીર્વાદ આપ્યા હતા.
પટના: રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્નમાં અનેક નામચીન હસ્તિઓ પણ આવી હતી, જેમાં રાજનેતાઓ શામેલ થયા હતા.
લગ્નમાં આવેલા દિગ્ગજ મહેમાનોમાં તમામની નજર નીતીશ કુમાર પર હતી. જો કે નીતિશ કુમાર રાજનીતિક મતભેદો ભૂલીને લગ્નમાં આવ્યા હતા અને લાલૂ સાથે મુલાકાત કરી બન્ને ખુશ નજર આવી રહ્યા હતા.
આ લગ્ન દરમિયાન મંચનો એક ભાગ પણ તૂટી ગયો હતો. વધારે લોકો ચઢી જતા મંચ તૂટી ગયો હતો