ઘરમાં મારુ કોઇ સાંભળતુ નથી, ઘરના લોકો જ મારી સામે કાવતરા રચી રહ્યાં છેઃ પત્ની વિવાદ પર બોલ્યો તેજપ્રતાપ
આ પ્રકરણને લઇને તેજપ્રતાપે કહ્યું કે, આ મામલે ઘરના બધા લોકો પત્ની ઐશ્વર્યાના પક્ષમાં છે. તેજપ્રતાપે કહ્યું કે, ઘરના બધા લોકો ભાઇ-બહેન, માં-બાપ બધા છોકરીના પક્ષમાં છે, પણ હું મારી વાત પર અડગ છું, મને કોઇ બાંધી નહીં શકે, હું સ્પષ્ટ કહી દઉં છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજપ્રતાપે કહ્યું કે આની પાછળ કાવતરુ રચવામાં આવી રહ્યું છે અને તેમાં મારા ઘરવાળા સામેલ છે. છેલ્લા દોઢ મહિનાથી ઐશ્વર્યા સાથે મારી કોઇ વાતચીત નથી થઇ. હવે અચાનક પરિવાર વાળો છોકરીને સપોર્ટ કરી રહ્યાં છે.
પત્ની ઐશ્વર્યા વિરુદ્ધ તલાકની અરજી આપ્યા બાદ તેજપ્રતાપ યાદવે શનિવારે રાંચીમાં સજા ભોગવી રહેલા પિતા લાલુ પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમને કહ્યુ હતું કે તેને પોતાના સ્ટેન્ડ વિશે પિતાને જણાવી દીધું છે. હવે તેજપ્રતાપે એ પણ જણાવી દીધુ છે કે, તેના પિતા લાલુ પ્રસાદે તલાક અંગે થોડી રાહ જોવાની વાત કહી છે.
પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવની પત્ની સામે તલાકની અરજી આપ્યા બાદ હવે પરિવાર સામે તેને મોરચો માંડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજપ્રતાપે કહ્યું કે, આ આખા પ્રકરણમાં એક મોટુ કાવતરું છે અને તેમાં મારા પરિવાર વાળા જ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -