આધુનિક સુવિધાથી સજ્જ તેજસ એક્સપ્રેસ નહિ દોડી શકે ‘તેજ’, જાણો શું છે કારણ
કોચના બાથરૂમ પણ આધુનિક છે. બાથરૂમમાં એરલાયંસની જેમ વેક્યુમ ટોયલેટ અને સેંસર વાળા નળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે દેશમાં રેલના પાટા એ લાયક નથી કે ટ્રેનને 200 કિમીની ઝડપે ચલાવી શકાય. પાટા ઉપરાંત ચોમાસુ, લેંડ સ્લાઈડ જેવા બીજા કારણો પણ છે. રેલમંત્રાલયના પૂર્વ સલાહકાર સુનીલ કુમારનું કહેવું છે કે તેજસમાં 200 કિમી સુધીની ક્ષમતા છે પણ ખરેખર આ ટ્રેન એ ગતિએ ચાલશે નહિ કેમકે ટ્રેક તેને સપોર્ટ નહિ કરે. રેલ વિશેષજ્ઞો અનુસાર આ ક્ષમતા મુજબનો કોચ બનાવવો સહેલો છે પણ તેને લાયક પાટા બનાવવા બહુ ખર્ચાળ છે. દેશમાં દિલ્લીથી આગ્રા રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડે છે.
ટ્રેન એક્સપ્રેસ હોવા છતાં તેની સ્પિડ પર સવાલો ઉઠી રહ્યા છે. તેજસના કોચ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે તે 200 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. પણ તે 110થી 130 કિમી પ્રતિ કલાક દોડી શકશે. રોલિંગ સ્ટોકના સભ્ય રવિંદ્ર ગુપ્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટ્રેન 200 કિમી/કલાકની સ્પિડે દોડી શકશે કે કેમ તેના જવાબ આપતા તેમણે કહ્યું કે, હમણા નહિ ચાલી શકે કેમકે અમે ટ્રેકને અપગ્રેડ કરી રહ્યા છીએ.
તેજસમાં એવી ખૂબીઓ છે જે એરલાયંસમાં મળે છે. એક્ઝેક્યુટીવ ક્લાસમાં હાઈ ક્વોલિટી ખુરશીઓ મૂકવામાં આવી છે. તેમજ મનોરંજન માટે એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેમાં ફિલ્મો જોઈ શકાય છે અને ગેમ પણ રમી શકાય છે. તેમજ બટન દબાવીને ટ્રેન અટેંડંટને બોલાવી શકાય છે અને કોચમાં સીસીટીવી લગાડવામાં આવ્યા છે. તેમજ આ ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે જેનો કંટ્રોલ ડ્રાઈવરના હાથમાં છે. ટ્રેનમાં ખાવાનું મેનૂ પર સેલિબ્રીટી શેફે ડિઝાઈન કર્યુ છે.
મુંબઈ: મુંબઈથી ગોવા વચ્ચે રેલવેએ આધુનિક ટ્રેનની ગીફ્ટ આપી હતી. ગઈ કાલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ લીલી ઝંડી બતાવીને મુંબઈથી ગોવા માટે ટ્રેનને રવાના કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -