તેજસ્વી યાદવે લીધા માયાવતીના આશીર્વાદ, કહ્યું- UP અને બિહારમાંથી ભાજપ સાફ થઈ જશે
તેજસ્વી યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ભાજપ સાફ થઈ જશે. સપા-બસપા ગઠબંધન રાજ્યની તમામ સીટ જીતશે. હું સૌથી નાનો છું અને આશીર્વાદ લેવા આવ્યો છું. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન થાય અને માયાવતી-અખિલેશ સાથે મળીને ચૂંટણી લડે તેવી મારા પિતાએ કલ્પના કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજસ્વી યાદવ અને માયાવતી વચ્ચે લગભગ દોઢ કલાકની મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેજસ્વી યાદવ અને બસપા અધ્યક્ષ વચ્ચે બિહારમાં મહાગઠબંધનને લઈને વાતચીત થઈ. આ દરમિયાન તેજસ્વીએ તેમને બિહારમાં મહાગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. જો કે તેઓએ કહ્યું કે કોંગ્રેસ અમારી સાથે છે અને તમે પણ આનો ભાગ બનો તો ઘણું સારું રહેશે.
લખનઉઃ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કરેલા ગઠબંધન બાદ રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. સપા-બસપા ગઠબંધન બાદ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં બિહારમાં મહાગઠબંધનમાં કોંગ્રેસની સાથે સામેલ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે લખનઉમાં માયાવતી સાથે મુલાકાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -