તેલંગણા: ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, દર વર્ષે એક લાખ લોકોને મફતમાં ગાય આપવાનો વાયદો
હૈદરાબાદ: ભાજપે તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ગુરૂવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો ખેડૂતોનું બે લાખ સુધીનું દેણુ માફ કરવામાં આવશે, સ્નાતકોને મફતમાં લેપટોપ, દારૂના વેચાણને નીયમિત કરવાની સાથે દર વર્ષે એક લાખ લોકોને મફતમાં ગાય આપવામાં આવશે. રાજ્યમાં સાત ડિસેમ્બરે મતદાન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘોષણાપત્ર ભાજપાના સ્થાનિક પ્રમુખ લક્ષ્મણે જાહેર કર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી સત્તામાં આવશે તો, ધન અને બીજા પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો બનાવશે. આમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશથી ગેરકાયદે પ્રવેશ કરનારા લોકો તથા રોહિંગ્યા સમુદાયના લોકોને પાછા તેમના દેશ મોકલવામાં આવશે.
ખેડૂતો માટે કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત બીજ અને મફતમાં બોરવેલ અથવા પંપસેટ આપવામાં આવશે. સ્નાતક વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ, સાતમી કક્ષાથી 10મી કક્ષા સુધીની છોકરીઓને નિશુલ્ક સાયકલ જ્યારે સ્નાતક અને તેનાથી ઉપરના પાઠ્યક્રમોમાં અભ્યાસ કરી રહેલી છોકરીઓને 50 ટકા સબસિડી સાથે સ્કૂટી આપવામાં આવશે. 2022 સુધી તમામ યોગ્ય ગરીબોને મફતમાં ઘરનો પણ વાયદો કરવામાં આવ્યો છે. બેરોજગાર યુવાનોને મહિને 3116 બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -