તેલંગાણામાં એક માત્ર કમળ ખીલવનાર ઉમેદવારનો કેટલા મતથી થયો વિજય, જાણો વિગત
ગોશામહલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ટી રાજા સિંહે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની પ્રેમ સિંહ રાઠોડને 17,734 મતથી હાર આપી હતી. રાજા સિંહને 61854 જ્યારે ટીઆરએસના ઉમેદવારને 44120 વોટ મળ્યા હતા. ત્રીજા નંબર પર રહેલા કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ગૌડને 26322 વોટ મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, જો અકબરુદ્દીન ઓવૈસી સડક પર આવશે તો તેનું કાપેલું માથું મારા પગની નીચે હશે. એટલું જ નહીં તેમણે અકબરુદ્દીનને નામર્દ પણ ગણાવ્યા હતા.
રાજા સિંહે એમ પણ કહ્યું કે, મારી સામેના બંને ઉમેદવારો બુઠ્ઠા અને લંગડા ઘોડા જેવા છે. જે ભારત માતાની જય ન બોલ અને ગૌરક્ષક નહોય તેવા ઉમેદવારોના મારે વોટ નથી જોતાં તેમ પણ કહ્યું હતું.
હૈદરાબાદઃ તેલંગાણામાં બીજેપી કિંગમેકર બનવાની ફિરાકમાં હતી પરંતુ પરિણામ જાહેર થતાં જ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. તેલંગાણાની 119 સીટોવાળી વિધાનસભામાં કેસીઆરની સુનામીમાં બીજેપી પૂરી રીતે ધોવાઈ ગયું હતું. રાજ્યમાં બીજેપી પાંચ સીટ પરથી સમેટાઈને માત્ર 1 સીટ પૂરતી જ રહી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -