મોદીએ પોતાના કરતાં ઉંમરમાં બહુ નાના ક્યા નેતાને 'આદરણીય વડીલ' તરીકે સંબોધીને ચૂંટણીમાં જીતના અભિનંદન આપ્યા, જાણો વિગત
હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેની સાથે જ તેમણે તેલંગાણામાં જીતનારા કેસીઆર ગારુ અને મિઝોરમમાં શાનદાર પ્રદર્શન કરનારી એમએનએફને પણ અભિનંદન આપ્યા હતા.
મોદીએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, તેલંગાણામાં જીત બદલ કેસીઆર ગારુને અભિનંદન. ગારુનો અર્થ (આદરણીય વડીલ) એવો થાય છે. કે ચંદ્રેશેખર રાવની ઉંમર 64 વર્ષ છે, જ્યારે વડાપ્રધાન મોદીની ઉંમર 68 વર્ષ છે. કે ચંદ્રશેખર રાવ(કેસીઆર) ઉંમરમાં મોદી કરતાં નાના છે, છતાં મોદીએ તેમને ગારુ કહીને સંબોધ્યા હતા. પરિણામોના 48 કલાક પહેલા ભાજપે તેલંગાણામાં ટીઆરએસ સાથે ગઠબંધન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેલંગાણા વિધાનસભાની 119 સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં ટીઆરએસને 88, કોંગ્રેસને 19 સીટ મળી હતી. 2014માં ભાજપની અહીં 5 સીટ હતી, જ્યારે આ ચૂંટણીમાં માત્ર 1 જ સીટ મળી છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં અહીં મોદી, અમિત શાહ, યોગી ઉતાર્યા હતા, તેમ છતાં ધોવાણ થયું છે.