ભાજપ-કોંગ્રેસથી અલગ 'ફેડરલ ફ્રન્ટ' બનાવવાની કવાયતમાં જોડાયા KCR, પટનાયક બાદ આજે મમતા સાથે મીટિંગ
કેસીઆરે કહ્યું કે, વર્ષ 2019ની ચૂંટણી પહેલા બીજેપી અને કોંગ્રેસનો ઓપ્શન આપવા માટે પ્રાદેશિક પક્ષોએ એકસાથે આવવાની જરૂર છે. હાલના સમયે એકીકરણની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં 80, પશ્ચિમ બંગાળમાં 42, તેલંગાણામાં 17 અને ઓડિશામાં 21 લોકસભા બેઠકો આવેલી છે, જેના પર પ્રાદેશિક પક્ષોનો દબદબો છે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કેસીઆરે કોંગ્રેસ અને ભાજપથી એક અલગ ફેડરલ ફ્રન્ટ બનાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. આને ધ્યાનમાં રાખી કેસીઆરે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. હવે આજે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે.
નવી દિલ્હીઃ 2019માં દિલ્હી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને કોંગ્રેસ ખાસ્સુ જોર અજમાવી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ફેડરલ ફ્રન્ટ એટલે કે ત્રીજો મોરચો આવી શકે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આ માટે કવાયત તેજ કરી દીધી છે.