કેરળના પૂરગ્રસ્તો માટે ક્યા રાજ્યોએ આપ્યું સૌથી વધારે દાન?
દેશના અન્ય રાજ્યોએ પણ આ મદદ માટે હાથ આગળ વધાર્યો છે. વિવિધ રાજ્યોએ આ માટે મદદ કરી છે. આમાં સૌથી મોટી આર્થિક મદદ કેરાલાના પાડોશી રાજ્ય તેલંગાણાએ કરી છે. તેલંગાણાએ પુરગ્રસ્તો માટે 25 કરોડનુ ફંડ આપ્યું છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે 20 કરોડ રૂપિયા મદદ માટે જાહેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટકા, વેસ્ટ બંગાળે 10-10 કરોડ મદદ માટે ફાળવ્યા છે.
CMRDF ફંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયા ગયા અઠવાડિયે આપવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના રાજ્ય કેરાલામાં સૌથી ભયાનક પુર આવ્યું જેમાં અત્યાર સુધી 370થી વધુ લોકો જીમ ગુમાવી ચૂક્યા છે. પુરગ્રસ્તોની મદદે નેતા, ફિલ્મ સ્ટારો, બિઝનેસમેનો અને સામાન્ય માણસો પણ આવ્યા છે. મુખ્યમંત્રી રાહત કોષમાં સીએમ વિજયને લોકોને મદદ અર્થે દાન કરવા અપીલ કરી છે.
ઉપરાંત ઝારખંડ 5 કરોડ, હિમાચલ પ્રદેશ 5 કરોડ, ઉત્તરખંડ 5 કરોડ, છત્તીસગઢ 3 કરોડ, મનીપુર 2 કરોડ અને પોડીચેરી 1 કરોડની મદદ સાથે આગળ આવ્યા છે.
કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મુખ્યમંત્રી રાહત કોર્ષ (CMRDF)માં 1 લાખ રૂપિયા આપીને શરૂઆત કરી, ત્યારબાદ બિઝનેસ મેનો અને ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત સામાન્ય માણસો જોડાઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -