એક્ટ્રેસની દીકરીએ કર્યું સુસાઇડ, ચોંકાવનારું કારણ આવ્યું સામે, જાણો વિગત
વેંકટકૃષ્ણાએ આ જોતાં જ તેના ઘરની સામેના બ્લોકમાં રહેતી કીર્તિના મા અન્નપૂર્ણાને કરી હતી. જે બાદ અન્નપૂર્ણાએ પોલીસને જાણ કરી હતી. બંજારા હિલ્સ પોલીસ સ્ટેશને આ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદઃ તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી સીનિયર એક્ટ્રેસ અન્નપૂર્ણાની દીકરી કીર્તિએ આત્મહત્યા કરી લીધી છે. હૈદરાબાદની શ્રીનગર કોલોનીમાં શનિવારે સવારે એક્ટ્રેસના ઘર પર તેની 23 વર્ષીય દીકરી કીર્તિનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો.
ત્રણ વર્ષ પહેલા કીર્તિનાં લગ્ન વેંકટકૃષ્ણ સાથે થયા હતા. આ ઘટના પહેલા શુક્રવારે મોડી રાતે 2 વાગે જ વેંકટકૃષ્ણા બેંગલુરુથી હૈદરાબાદ પહોંચ્યો હતો. વેંકટકૃષ્ણાએ જણાવ્યું કે, તે બીજા રૂમમાં સુવા ગયો હતો અને કીર્તિ બેડરૂમમાં ઉંઘી રહી હતી. પરંતુ જ્યારે સવારે તે ઉઠ્યો ત્યારે કીર્તિનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો.
અહેવાલ મુજબ કીર્તિ છેલ્લાં થોડા મહિનાથી ડિપ્રેશનનો સામનો કરતી હતી. તેથી આ કારણે તેણે પગલું ભર્યું હોય તેમ પોલીસનું કહેવું છે. આ ઉપરાંત કેટલાકં રિપોર્ટ્સમાં આત્મહત્યાનું કારણ તેની દીકરી હોવાનું કહેવાય છે. કીર્તિની દીકરી મૂંગી હતી અને આ કારણે તે પરેશાન રહેતી હોવાનું પણ કહેવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -