જાણીતી તેલુગુ એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ કરી આત્મહત્યા, જાણો વિગત
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાની રહેવાસી નાગા ઝાંસીએ ટેલિવિઝન સીરિયલ ‘પવિત્ર બંધન’ ઉપરાંત અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત થોડા મહિનાથી તે અમીરપેટ વિસ્તારમાં બ્યૂટી પાર્લર પણ ચલાવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસને ફ્લેટમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં ખુલાસો થયો છે કે તે સૂર્યા નામના છોકરા સાથે રિલેશનશિપમાં હતી. સુસાઇડ નોટમાં એવો પણ ઇશારો હતો કે એક્ટ્રેસ જે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી તેના ઘરવાળા માનતા નહોતા. માતા-પિતાના દબાણ કારણે સૂર્યાએ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે ડિપ્રેશનમાં જતી રહી હતી અને આત્મહત્યા કરી લીધી હતી.
હૈદરાબાદઃ જાણીતી તેલુગુ એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી લીધી છે. 21 વર્ષીય તેલુગુ એક્ટ્રેસ નાગા ઝાંસીએ આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ શ્રીનગર કોલોનીમાં તેના ફ્લેટમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે તેના ભાઇએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને કોઇ જવાબ ન મળતાં જ્યારે બારીમાંથી જોયું તો અંદરનું દ્રશ્ય જોઈ તે દંગ રહી ગયો હતો. જે બાદ તેણે પોલીસને ફોન કરી જાણ કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, તે છોકરાને પ્રેમ કરતી હતી. થોડા દિવસો પહેલા બંને વચ્ચે વાતચીત બંધ હતી. આ કારણ નાગા ઝાંસી ડિપ્રેશનમાં હતી. પોલીસ મૃતકના મોબાઇલા કોલ ડેટા તથા ચેટ રેકોર્ડની તપાસ કરી રહી છે. એક્ટ્રેસ ફ્લેટમાં એકલી જ રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -