✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UPના નવા CM યોગીનું મૂળ નામ શું છે ? કઈ જ્ઞાતિના છે યોગી ? જાણો 10 રસપ્રદ વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2017 01:12 PM (IST)
1

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ આજે શપથ લેશે. આદિત્યનાથ સિવાય બે નાયબ મુખ્યમંત્રી સિવાય 44 મંત્રીઓ પણ શપથ લેશે. યોગી આદિત્યનાથની છબિ હિન્દુવાદી નેતા તરીકેની છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી ભાજપના સાંસદ છે. યોગીનું મુળ નામ અજય સિંહ નેગી છે. આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના એક નાના ગામમાં થયો હતો. તેમણે ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે.

2

આદિત્યનાથ કટ્ટર હિંદુવાદિની છબી ધરાવે છે. તેમની સંસ્થા હિંદુ યુવાવાહિની ધર્મ પરિવર્તન વિરૂધ્ધ આંદોલન ચલાવે છે. 2007માં ગોરખપુરમાં થયેલા રમખાણોમાં આદિત્યનાથને મુખ્ય આરોપી બનાવાયા હતા. તેમની ધરપકડ થતા હોબાળો મચ્યો હતો. તેમના વિરૂધ્ધ અનેક ગુનાઓમાં કેસ નોંધાયેલા છે.

3

યોગી આદિત્યનાથે ૨૨ વર્ષની વયમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પૂર્વાંચલમાં યોગી આદિત્યનાથ મજબૂત પ્રભુત્વ ધરાવે છે. લવજેહાદ, ધર્માંતરણ જેવા મુદ્દાના કારણે ચર્ચામાં રહ્યા હતા.

4

યોગીનો જન્મ ઉત્તરાખંડના ગડવાલ પોરી પંચુરમાં થયો હતો. યોગી આદિત્યનાથ મૂળ રાજપૂત પરિવારના છે. ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે. ૧૨મી લોકસભાના સૌથી યુવા ચહેરા તરીકે આદિત્યનાથ રહ્યા હતા. ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભા માટે ગોરખપુરથી ચૂંટાઈ આવ્યા હતા. ગોરખનાથ મંદિરમાં પૂર્વ હિન્દુ મહાસભાના પ્રમુખ મહંત અવૈદ્યનાથના પૂર્વગામી તરીકે તેઓ રહ્યા છે.

5

ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી સાંસદ રહેલા મહંત યોગી આદિત્યનાથ ગોરખનાથ મઠના મુખ્ય મહંત છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં મહંત અવૈદ્યનાથના અવસાન બાદ તેઓએ વડા તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ હિન્દુ યુવા વાહિની સંસ્થાપક છે. તેમનો જન્મ ૫, જૂન ૧૯૭૨ના દિવસે થયો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • UPના નવા CM યોગીનું મૂળ નામ શું છે ? કઈ જ્ઞાતિના છે યોગી ? જાણો 10 રસપ્રદ વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.