આતંકીઓની નાપાક હરકત, અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરના CRPF કેમ્પ પર કર્યું ફાયરિંગ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા એકવાર ફરી સીઆરપીએફ જવાનોના એક કેમ્પને નિશાન બનાવવામાં આવ્યું છે. સુંજવાનમાં સેનાના કેમ્પ પર હુમલાના પાંચ રોજ બાદ જ આતંકવાદીઓ દ્વારા સાઉથ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક કેમ્પ પર મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું.
આ હુમલા બાદ કેમ્પની સુરક્ષામાં તૈનાત જવાનો તરફથી જવાબી કાર્યવાહી થઇ ત્યારબાદ ઘટનાસ્થળની આસપાસ વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.
આ હુમલામાં આંતકીઓ પાકિસ્તાની છે એવું સંરક્ષમ મંત્રી નિર્મલા સીતારામને મિડીયા સમક્ષ સ્વીકાર્યું હતું. પરિસ્થિતી કાબું આવી જવાની ઇચ્છા દર્શાવી હતી. હાલમાં કોઇ મોતના સમાચાર નથી.
માહિતી પ્રમાણે, જમ્મુ કાશ્મીરના સુરક્ષા દળોના કેમ્પ પર મોડી રાત્રે આંતકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો કુપવાડાના રેલવે સ્ટેશન પાસે આવેલા CRPF કેમ્પ પર ધાણીફુટ ફાયરિંગ થયું હતું. સૌનિકોએ આ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લીધા છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.