કાશ્મીરમાં આતંકીઓએ કિડનેપ કરેલા ચાર પોલીસકર્મીઓમાંથી 3ની હત્યા કરી, મૃતદેહો મળ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેટલીયવાર આતંકીઓએ પોલીસકર્મીઓને કિડનેપ કરીને તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ઘાટીમાં બબાલ ઉભી થઇ ગઇ હતી.
આ અપહરણ ત્યારે થયુ જ્યારે હિઝબૂલના આતંકી રિયાઝ નાઇકુને પોલીસકર્મીઓએ ધમકી આપી હતી. એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં નાઇકુ કહી રહ્યો છે કે, બધા પોલીસકર્મીઓ ચાર દિવસમાં પોતાની નોકરી છોડી દે. નાઇકુનુ કહેવુ હતુ કે નવા કાશ્મીરી છોકરાઓ પોલીસમાં ભરતી ના થાય.
શુક્રવારે આતંકીઓએ કાશ્મીરના શોપિયા સેક્ટરમાંથી ચાર સ્પેશ્યલ પોલીસ ઓફિસરો (SPO)ને કિડનેપ કરી દીધા હતા. આમાંથી ત્રણ પોલીસ કર્મીઓને આતંકીઓએ મારી નાંખ્યા છે. જ્યારે થોડીવાર બાદ એક પોલીસ કર્મીને આતંકીઓએ છોડી મુક્યો હતો, જેનું નામ ફયાઝ અહેમદ છે. ત્રણેય પોલીસ કર્મીના મૃતદેહો મળી આવ્યા છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી યોજાવાની છે તે પહેલા આતંકીઓએ પોતાની કરતૂતોને અંજામ આપવાનો શરૂ કરી દીધો છે. કાશ્મીરમાં આતંકીઓએ અપહરણ કરેલા ત્રણ પોલીસ કર્મીઓની હત્યા કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -