જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સેના અને પોલીસને આપી ધમકી, કહ્યું- 'નોકરી છોડી દો નહીં તો ઘરમાં ઘૂસીને મારી નાંખીશું'
એક સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ વર્ષની શરૂઆતના છ મહિનામાં આતંકીઓએ 39 સુરક્ષાદળોના જવાનોની હત્યા કરી દીધી છે, જેમાં 17 સેનાના જવાન, 20 પોલીસકર્મી અને બે સીઆરપીએફના જવાન સામેલ છે. જાન્યુઆરીથી જુનની વચ્ચે 2018ની વચ્ચે આતંકીઓના હુમલામાં 98 જવાન ઘાયલ થયા છે.
ઘરમાં ઘૂસેલા આતંકવાદીઓએ તેમને ઘમકાવ્યા અને કહ્યું કે, જો તમે (પોલીસકર્મીઓએ) નોકરી ના છોડી તો તમારી હત્યા કરી કરી દઇશું. આ છેલ્લા ત્રણ દિવસાં ઘાટીમાં જમ્મુ તથા કાશ્મીરમાં પોલીસ સહિત સુરક્ષાદળો પર થયેલા હુમલાની ત્રીજી ઘટના છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ત્રાસ વધી રહ્યો છે, હવે તેમનો સૉફ્ટ ટાર્ગેટ પોલીસકર્મીઓ અને સુરક્ષાદળોના જવાનો બની રહ્યાં છે. આતંકીઓ સતત ઘરમાં ઘૂસીને પોલીસ અને સેનાના જવાનો પર એટેક કરી રહ્યાં છે. પુલવામા જિલ્લામાં રવિવારે સીઆરપીએફ જવાનની તેમના ઘરે ઘૂસીને હત્યા બાદ આતંકીઓએ હવે ત્રણ પોલીસકર્મીઓને તેમના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કરી દીધો છે.
આ પહેલા રવિવારે આતંકીઓએ સીઆરપીએફના જવાન નસીર અહેમતની પુલવામામાં જિલ્લાના નાયરા સ્થિતિ તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. શનિવારે આતંકીઓએ SPO મુદાસિર અહેમદ લોનને પુલવામા જિલ્લાના ત્રાલમાંથી કિડનેપ કરી લીધા અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો, જોકે આતંકીઓએ તેમને છીડી દીધા હતા. તેમને ચેતાવણી આપવામાં આવી હતી કે તેમને નોકરી છોડી દો. લોન જમ્મુ-કાશ્મીરમાં કૂક છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે હથિયારધારી આતંકીઓએ ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. તે તેમના ઘરોમાં ઘૂસ્યા અને નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી.