મધ્ય પ્રદેશ: ભાજપને હરાવવા કૉંગ્રેસ-બસપા વચ્ચે થયું ગઠબંધન
મધ્ય પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી મહાસચિવ દિપક બાબરિયાએ કહ્યું, રાજ્યમાં બસપા સાથે મળીને ચૂંટણી લડવાની વાતચીત સંતોષકારર રીતે આગળ વધી રહી છે. બેઠકો મુદ્દે તેમણે કંઈ કેહવાનું ટાળ્યું હતું તેમણે કહ્યું જ્યારે નિર્ણય થશે ત્યારે આ બાબતે જણાવશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસ પાર્ટી બસપા સાથે મધ્ય પ્રદેશમાં ગઠબંધન કરવાની તૈયારીમાં છે ત્યારે રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ ગઠબંધનના મૂડમાં નથી. બસપા સાથે ગઠબંધનનની સંભાવનાઓ રાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું, અમે રાજસ્થાનમાં તમામ બેઠકો પર ભાજપને હરાવવા માટે સક્ષમ છીએ. કોઈપણ વિશેષ પાર્ટી સાથે ગઠબંધનની કોઈ વાત નથી થઈ. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં અમે તેમને પરિસ્થિતિઓ વિશે અવગત કર્યા હતા જે મુજબ ચૂંટણી થશે.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં બસપા સાથે ગઠબંધનની મોહર લગાવી છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કૉંગ્રેસના આ પ્રકારના પગલાને મહત્વનું ગણાવવામાં આવે છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને હરાવવા માટે ગઠબંધનની સંભાવનાઓ પર પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મધ્ય પ્રદેશમાં બસપા સાથે ગઠબંધનને લઈને મોહર લગાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -