પાકિસ્તાની આતંકીઓને ઠાર કરનારા ભારતીય હીરોઝ કોણ ? કોણે કોણે લીધો સર્જીકલ સ્ટ્રાઈકમાં ભાગ
નવી દિલ્લીઃ ગઇકાલે મોડી રાત્રે ભારતીય આર્મીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક્સ વાસ્તવમાં ઉરીમાં આતંકવાદી હુમલાનો 'બદલો' હતો. એક અહેવાલ પ્રમાણે, ભારતીય આર્મીના આ સૈન્ય ઓપરેશનમાં ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઉરી પર થયેલા આતંકી હુમલામાં સૌથી વધુ ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનો શહીદ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, સાથે જ બિહાર અને ડોગરા રેજિમેન્ટ્સના ઘાતક પ્લાટુન્સને કવર-ફાયર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ફ્રન્ટ પર રહેલા કમાન્ડર્સને ટાર્ગેટ્સ પસંદ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉપરાંત હેલિકોપ્ટર ગનશિપ્સને પણ તૈયાર રાખવામાં આવી હતી.
ઉરી હુમલાનો બદલો લેવા માટે બંને રેજિમેન્ટ્સના જવાનો તત્પર હતા. આ અંગે સૈનિકોની ભાવનાને કમાન્ડર્સે બ્રિગેડ લેવલ પર અને બ્રિગેડે નોર્ધન કમાન્ડ સુધી પહોંચાડી હતી. આ સર્જીકલ સ્ટ્રાઇક્સમાં બંને રેજિમેન્ટ્સની ઘાતક પ્લાટૂન્સને પણ 'બદલો' લેવાની કામગીરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેરાકમાન્ડોઝ મુખ્ય કાર્યવાહી કરે અને ઘાતક કમાન્ડોઝ 'કવર ફાયર'ની કામગીરી સોંપવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -