પ્લેનમાં યુવકે પેન્ટ કાઢીને પાસે બેઠેલી મહિલા સાથે કરી એવી હરકત કે જાણીને આઘાત લાગી જશે
દારુડિયા મુસાફરની આ હરકતથી એર ઇન્ડિયા ઇન્ટરનેશનલને મહિલા મુસાફરની માફી માગવી પડી હતી. ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન પાસેથી ખુલાસો માગ્યો હતો. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમજ મુસાફરને ભોગવવી પડેલી મુશ્કેલી બદલ માફી માગીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએર ઇન્ડિયા પર માત્ર સીટ જ બદલી આપવાનો આક્ષેપ કરી તેણે લખ્યું હતું કે નવી દિલ્હીમાં આવ્યા પછી વ્હીલચેરમાં મારી રાહ જોઇ રહેલી મારી માતાએ એ પેસેન્જરને તેમની પાસેથી જતા પણ જોયો હતો, કોઇએ એને રોક્યો નહતો.
ત્યાર પછી એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે ૩૦ ઓગસ્ટની વિમાનની એ ઘટના અંગે ખુબ જ દિલગીર છીએ. એ મુસાફરને ભોગવવી પડેલી મુશ્કેલી બદલ અમે દિલગીર છીએ. ઉપરાંત નવી દિલ્હીમાં વિમાને ઉતરાણ કર્યું તે પહેલા અમારો સ્ટાફ પણ એ ગંદકીને દૂર કરવા તરત જ એ બેઠક પર દોડી ગયું હતું.
ઘટના ૩૦ ઓગસ્ટની છે જ્યારે એર ઇન્ડિયાના ફલાઇટ ઓઆઇ૧૦૨ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. મહિલા પેસેન્જરની પુત્રી એ વિમાનમાં બનેલી ઘટના અંગે ટ્વિટ કર્યું હતું. તેણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને લખ્યું હતું કે એકલી મુસાફરી કરી રહેલી મારી માતાને એ વખતે ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી જ્યારે તેમની પાસે બેઠેલા એક દારુડિયા પુરુષ પેસેન્જરે પેન્ટ ખોલીને સીટ પર જ પેશાબ કર્યો હતો.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જર સાથે દારુડિયાની અજીબોગરીબ હરકતથી એર ઇન્ડિયા ફરી ચર્ચામાં આવ્યું છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં મહિલા પેસેન્જર પાસે બેઠેલા એક દારુડિયા મુસાફરે તેની સીટ પરજ પેશાબ કરી દેવાની ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -