✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં જન્મેલા વ્યક્તિએ કરી હતી ATMની શોધ, જાણો ATMનું A To Z

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2016 02:42 PM (IST)
1

ચોંકાવનારી વાત એ છે કે ATMના વિકાસમાં એન્જિનિયર ડે લા રૂઇનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે કે જૉન શેપર્ડનો જન્મ 23 જૂન,1925ના રોજ બ્રિટિશ શાસિત ભારતમાં થયો હતો. તેઓ પૂર્વોત્તર રાજ્ય અસમના શિલાંગ અને હાલના મેઘાલયના શિલાંગમાં જન્મ્યા હતા. તેના સ્કોટિશ પિતા વિલફ્રિડ બેરન ચીફ એન્જિનિયર હતા. જોને જ એટીએમનો પિન નંબર શોધ્યો હતો. તેનો પ્રયોગ 27 જૂન, 1967માં લંડનમાં બાર્કેલે બેન્કે કર્યો હતો. જૉનનું મૃત્યુ 15,મે 2010ના રોજ થયુ હતું.

2

કેટલાક દાવા પ્રમાણે, ATMનો સૌ પ્રથમ ઉપયોગ 1962માં સિટી બેન્ક ઓફ ન્યૂયોર્કે પોતાના ગ્રાહકો માટે કર્યો હતો. જોકે, ત્યારે લોકોને ATM પસંદ આવ્યું નહોતું. આ કારણે છ મહિના બાદ તેને હટાવી દેવામાં આવ્યુ હતું. ત્યારબાદ ટોક્યો,જાપાનમાં 1966માં ATMનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. યુરોપમાં સૌ પ્રથમ લંડનમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ATM મશીનના શોધનો શ્રેય જૉન શેફર્ડ બેરનને જાય છે. ભારતમાં સૌ પ્રથમ એટીએમનો પ્રયોગ 1987માં હોંગકોંગ એન્ડ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન બેન્કે મુંબઇમાં કર્યો હતો.

3

વિશ્વમાં ATM મશીનની શોધને લઇને એક સાથે અનેક દેશોએ દાવો કર્યો હતો. જેમાં જાપાન, સ્વિડન, અમેરિકા અને ઇગ્લેન્ડનો સમાવેશ થાય છે. વાસ્તવમાં લંડન અને ન્યૂયોર્કમાં સૌ પ્રથમવાર ATMનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. જોકે, સૌ પ્રથમ ATMનો પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો તેની લઇને કોઇ ચોક્કસ જાણકારી મળતી નથી. 1960ના દાયકામાં ATMને બ્રૈકોગ્રાફ કહેવામાં આવતું હતું.

4

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્ધારા 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ સમગ્ર દેશ એટીએમ (ઓટોમેટિડ ટેલર મશીન) અને બેન્કો આગળ જાણે લાઇન લગાવીને ઉભો હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. નોટબંધી લાગુ થયાના 10 દિવસ બાદ પણ લોકોને પૈસા ઉપાડવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પણ શું તમે એટીએમનો ઇતિહાસ જાણો છો? ભારતમાં સૌ પ્રથમવાર એટીએમનો ઉપયોગ ક્યારે થયો હતો તે તમે જાણો છો. શું તમે જાણો છો એટીએમની શોધ કરનાર વ્યક્તિનો જન્મ બ્રિટિશ શાસિત ભારતમાં થયો હતો.?

  • હોમ
  • India-news
  • દેશ
  • ભારતમાં જન્મેલા વ્યક્તિએ કરી હતી ATMની શોધ, જાણો ATMનું A To Z
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.