જાણો નવી નોટ પાછળ કોનું છે ભેજું, લોકો તેના વિશે પૂછી રહ્યા છે પ્રશ્નો
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી તરફથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ અચાનક આ નિર્ણયની દરેક બાજુ ચર્ચા થવા લાગી હતી પરંતુ બહુ ઓછો લોકોને ખબર પડી હતી કે પીએમના આ મહત્વના નિર્ણય પાછળ કોનુ ભેજું છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયર અનિલ બોકિલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાને અનિલ બોકિલને તેમની વાત રજૂ કરવા માટે નવ મિનિટનો સમય આપ્યો હતો પરંતુ જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ બે કલાક સુધી અનિલને સાંભળતા રહ્યા હતા.
સવાલ-જવાબની સાઈટ ક્યોરા પર અનિલ બોકિલ વિશે ખૂબ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, કેમ તેમની આટલી ચર્ચા કરવામાં આવી રહી છે. અનિલ ઔરંગાબાદના મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ પુણેના અર્થક્રાન્તિ સંસ્થાના મહત્વના સભ્ય છે. તેમની પ્રપોઝલના આધારે વડાપ્રધાને નોટો બદલવાનો નિર્ણય લીધો છે.
અનિલ ખૂબ સામાન્ય રીતે રહેવાનું પસંદ કરે છે. તેઓ ઔરંગાબાદમાં ઘણાં સફળ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ-ઈકોનોમિક ડેવલપમેન્ટ વિશે ઘણાં સમિનાર્સમાં ભાષણ પણ આપી ચૂક્યા છે.
2014માં લોકસભાની ચૂંટણી પહેલાં અનિલ પીએમને મળ્યા હતા. વડાપ્રધાને મુલાકાત માટે માત્ર 9 મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે કરપ્શન રોકવા વિશે અને નકલી નોટોથી બચવા માટેની તેમની પ્રપોઝલ સંભળાવવાની શરૂઆત કરી તો મોદી તેમને બે કલાક સુધી સાંભળતા રહ્યા હતા.
અર્થક્રાંતિ સંસ્થા એક ઈકોનોમી એડ્વાઈઝરી બોર્ડ છે. તે સીએ અને એન્જિનિયર્સનું એક ગ્રૂપ છે. અર્થક્રાંતિએ જે પ્રપોઝલ પીએમને સોંપ્યો હતો તેમાં બ્લેકમની રોકવા, મોંઘવારી, કરપ્શન, બેરોજગારી અને આતંકીઓને ફંડ રોકવા માટે ફાયદાકારક છે.
અનિલ બોકિલની ટીમ રાહુલ ગાંધી પાસે પણ તેમની પ્રપોઝલ લઈને ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યારે રાહુલ ગાંધીએ તેમને માત્ર 15 સેકન્ડનો સમય આપ્યો હતો. ત્યારપછી તેઓ બીજેપી પાસે પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -