આગામી ત્રણ દિવસમાં આ પાંચ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાનમાં આવ્યો પલટો, જાણો વિગતે
થોડાક દિવસો પહેલા જ સ્કાયમેટે પણ હવામાનમાં પલટો આવવા અને ચોમાસુ ફરીથી સક્રિય થવાની વાત કહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ તો ચોમાસુ પુરુ થવાના આરે છે પણ હવામાન વિભાગે આગાહી કરીને ચેતાવણી આપી છે આ ત્રણ દિવસોમાં ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના તથા શિમલા સહિતના સ્થળોએ પણ વરસાદી ઝાંપટા આવી શકે છે.
નવી દિલ્હીઃ ચોમાસુ હજુ પુરુ નથી થયું, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવાખાન વિભાગે કહ્યું છે કે હવામાનમાં પલટો આવવાના કારણે આ સ્થિતિનુ નિર્માણ થયુ છે.
હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તે અનુસાર, આગામી 21 થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -