લોકોને મળી રહી છે બે પ્રકાર ની 500ની નવી નોટ, અસલી-નકલી ઓળખવામાં થઈ રહી છે મુશ્કેલી, જાણો RBIએ શું કહ્યું?
નિષ્ણાંતોનું કહેવું છે કે, લોકોની મુંઝવણનો લાભ નકલી નોટ ચલાવનારાઓને મળી શકે છે. ઘણાં વર્ષોથી ક્રાઈમ વિભાગમાં કામ કરતા એક સીનિયર આઈપીએસ ઓફિસરે કહ્યું કે, લોકો પૂરી રીતે 500નીનોટના ફીચરને સમજી નહીં શકે એવામાં તે નકલી નોટની પણ ઓળખ કર્યા વગર રાખી શકે છે. જો બજારમાં 500ની સત્તાવાર નોટ પણ બે અલગ અલગ પ્રકારની હોયતો ત્રીજા અથવા નકલી નોટને પણ લોકો ઓળખી નહીં શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુગ્રામમાં રહેનાર વ્યક્તિ રેહન શાહે બન્ને નોટમાં કિનારાની સાઈઝ પણ અલગ અલગ હોવાનું જણાવ્યું. જ્યારે મુંબઈમાં રહેનાર એક વ્યક્તિએ 2000 રૂપિયાની નોટના છુટ્ટા કરાવ્યા હતા અને તેને 500 રૂપિયાની બે નોટ મળી. આ બન્નેના કલરમાં તફાવત હતો. એક હલ્કા રંગના છાપકામ સાથે હતી. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રવક્તા અલ્પના કિલ્લાવાલાએ કહ્યું, આ નોટ પ્રિન્ટિંગમાં થેયલ ભૂલને કારણે આવી હોઈ શકે છે. કારણ કે હાલમાં કામમાં ખૂબ જ દબાણ છે. જોકે લોકો કોઈ પણ સંકોચ વગર લઈ શકે છે અને ઇચ્છે તો આરબીઆઈને પરત પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય કાળું નાણું, ફ્રોડ અને નકલી નોટ પર અંકુશ લાગવાના ઉદ્દેશ્યથી લીધો હતો. અંગ્રેજી સમાચારપત્ર અનુસાર દિલ્હીમાં રહેનાર એક વ્યક્તિએ કહ્યું કે, એક નોટમાં ગાંધીજીનો પડછાયો વધારે છે, ઉપરાંત સીરિયલ નંબર, અશોક સ્તંભ જેવી વસ્તુની સાઈઝમાં પણ તફાવત છે.
નવી દિલ્હીઃ 500 રૂપિયાની નવી નોટ બેંક અને એટીએમમાં આવ્યે હજુ બે દિવસ થયા છે, પરંતુ અત્યારથી જ બજારમાં આ નોટ બે પ્રકારની જોવા મળી રહી છે. આ બન્ને નોટમાં ઘણાં નાનાં મોટા તફાવત છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે, તેનાથી સામાન્ય વ્યક્તિના દિમાગમાં મુંઝવણ ઉભી થશે અને સાથે સાથે ફ્રોડની સંખ્યા પણ વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -