✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજથી કયાંક રાહત તો કયાંક આફતઃ જાણો શું સસ્તુ થશે? શું મોંઘુ થશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Apr 2017 06:44 AM (IST)
1

નવી દિલ્હીઃ 1 એપ્રિલ 2017 એટલે કે નવા નાણાંકીય વર્ષમાંમાં અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. બજેટમાં પ્રસ્તાવિત તમામ પ્રકારના ટેક્સ 1 એપ્રિલથી લાગુ થઈ જશે. આર્થિક દરમાં થયેલ ફેરફાર અને નવા નાણાંકીય નિયમોથી સામાન્ય વ્યક્તિની રોજીંદી જીવનની એક વસ્તુની કિંમત પર અસર થશે. માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે 1 એપ્રિલથી તમારા ક્યાવે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને ક્યાં બચત થશે.

2

સિગરેટનો ધૂમાડો લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે ગજવા પર પણ મોંઘો પડે છે. કારણ કે સિગરેટ પર એક્સાઈઝ ડ્યૂટી 214 રૂપિયાથી વધારીને 311 રૂપિયા પ્રતિ હજાર થઈ જશે.

3

ફોનની કિંમતમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે મોબાઈલ ફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવી છે. તમ્બાકુવાળા પાન મસાલા અને ગુટખા પર એક્સાઈઝ ડ્યૂટી 10 ટકાથી વધીને 12 ટકા થઈ જશે. જેની અસર તેના ઉયોગ કરનાર પર પડશે.

4

એલઈડી બલ્બ મોંઘી થઈ જશે. કારણ કે LED બનાવવા માટે ઉપયોગમાં આવતી સામગ્રી પર મૂળ કસ્ટમ ડ્યૂટી અને 6 ટકા સરચાર્જ લાગશે. ચાંદીના વાસણ અને ચાંદીમાંથી બનતો સામાન મોંઘો થશે. સ્ટીલના વાસણ પણ એક એપ્રિલથી મોંઘા થશે. કારણ કે નવા નિયમમાં થયેલ ફેરફારથી સ્ટીલના સામાન પર મોંઘવારનો માર પડશે.

5

આ વસ્તુ મોંઘી થશેઃ મોટરસાઈકલ, કાર અને કોમર્શિયલ વાહનોનો વીમો એક એપ્રિલથી મોંઘો થઈ જશે. NHAIના ટોલમાં 3-3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે વાહન ચાલકોએ અંદાજે 5-10 રૂપિયા વધારે ટોલ આપવો પડશે. અત્યાર સુધી જે ટેલીકોમ કંપની ફ્રીમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા આપતી હતી જ્યારે 31 માર્ચે આ સેવાઓ ખત્મ કરશે. 4જી માર્કેટમાં સ્પર્ધાની વચ્ચે યૂઝર્સે કોઈ પ્લાનની પસંદગી કરવી પડશે.

6

બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ તમારે આરઓની ઓછી કિંમત ચૂકવવી પડશે. જ્યારે લેધરનો સામાન પણ સસ્તો થશે. ઉપરાં પાર્સલ એટલે કે પોસ્ટની સુવિધા પણ તમને સસ્તી પડશે.

7

આ વસ્તુ થશે સસ્તીઃ રેલવે ટિકિટ પર સર્વિસ ચાર્જ ઓછો થવાથી ટિકિટ બુકિંગ સસ્તી થઈ જશે. ઉલ્લેખનીય છે કે, બજેટમાં રેલવે ટિકિટના બુકિંગ પર લાગતો સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવ્યો હતો. નવા નાણાંકીય વર્ષમાં જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાલુ વર્ષે તમને લાભ થશે, કારણ કે બજેટમાં સરકારે લોકોને સસ્તા મકાન આપવા માટે લોનના વ્યાજ પર છૂટની જાહેરાત કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજથી કયાંક રાહત તો કયાંક આફતઃ જાણો શું સસ્તુ થશે? શું મોંઘુ થશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.