બજેટ 2017: જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
દેશમાં બનતા હીરા અને અન્ય મોંઘા પત્થરોથી જડીત આભૂષણ સસ્તા થયા. સૌર ઉર્જા બેટરી અને પેનલના કામમાં આવતી સોલર ટેમ્પર્ડ ગ્લાસ પર કસ્ટમ ડ્યૂટીમાં છૂટ મળી છે જેના કારણે સોલર ઉર્જા બેટરીની કિંમત પણ ઘટશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેક ઇન ઇન્ડિયા અંતર્ગત કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પીઓએસ મશીન સસ્તા કરવામાં આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ફીંગર સ્કેનર, માઈક્રો એટીએમ અને આઇરસ સ્કેનર પણ સસ્તા થયા છે.
શું સસ્તું થયું- સીએનજી સસ્તું સસ્તું થઈ ગયું છે. તૈયાલ લેધર સસ્તું થયું. સિલ્વર ફોઈલ સસ્તા થયા. વિદેશથી મંગાવવામાં આવેલ કાજૂ, નમકીન અથવા ડડ્રાય બન્ને પ્રકારના કાજૂ સસ્તા થશે.
પેપર રોલ બીડી પણ મોંઘી થશે. ચાંદીના સિક્કા અને ચાંદીના આભૂષણ મોંઘા થશે. એલ્યુમિનિયમ પ્રોડક્ટ મોંઘી થઈ.
ઉપરાંત પાન મસાલા પણ મોંઘા થશે. સરકાર તમ્બાકુ પર એક્સાઈઝ ડ્યૂટી 10થી વધારીને 12 ટકા કરી છે જેના કારણે તમ્બાકુવાળી તમામ વસ્તુ મોંઘી થશે. જેમાં ગુટખાનો પણ સમાવેશ થાય છે.
મોંઘું- મોબાઈલ ફોનમાં કામ આવતી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર કસ્ટમ ડ્યૂટી શૂન્યથી વધારીને બે ટકા કરી છે. આ કારણે હવે મોબાઈલ ફોન મોંઘા થસે. સિગરેટ અને સિગાર બન્ને મોંઘા થશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે આજે પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું છે. આજે બજેટ રજૂ કરતાં નામાં પ્રધાને અનેક મહત્ત્વપૂર્મ જાહેરાત કરી. પાંચ લાખ સુધી આવક ધરાવતી વ્યક્તિને સરકારે ઇનકમ ટેક્સમાં પાંચ ટકાની રાહત આપી છે. આ પહેલા તમારે આટલી જ આવક પર 10 ટકા ટેક્સ આપવો પડતો હતો. તેની સાથે જ ત્રણ લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ પર એક એપ્રિલથી પ્રતિબંધ લાગી જશે. આગળ વાંચો આ બજેટ બાદ શું થશે મોંઘું અને શું થશે સસ્તું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -