સંઘે અનામત અંગે આપ્યું બહુ મોટું નિવેદન, જાણો શું કહ્યું?

ફટાકડાઓ પર રોક લગાવવામાં કોઇ વાંધો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમામ ફટાકડાઓ આ લિસ્ટમાં આવે છે. સમાજમાં આટલા વર્ષોથી દિવાળી ઊજવવામાં આવે છે. તેનો તુલનાત્મક ઉકેલ (Comparative Solution) લાવવો જોઇએ. નહીંતો કાલે ઉઠીને કોઇ દિવાળી પર દીવા કરવાને પણ પ્રદૂષણની સમસ્યામાં ખપાવી દેશે.
દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભૈયાજી જોશીએ કહ્યું કે તમામ ફટાકડાઓ પ્રદૂષણ ફેલાવતા હોય છે, એવું નથી. તમામ લેવલ પર પર્યાવરણને બચાવવાના પ્રયત્નો થવા જોઇએ.
પ્રમોશનમાં અનામતે મામલે મધ્યપ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. આ સવાલ પર તેમણે કહ્યું કે આ વિશે સંઘમાં કોઇ ચર્ચા નથી થઇ. ખેડૂતોની આત્મહત્યા વિશે જોશીએ કહ્યું કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમના પાકના યોગ્ય ભાવ નક્કી કરવા અને તેને ખરીદવા માટે એક ચોક્કસ સિસ્ટમ હોવી જોઇએ.
ભોપાલઃ અનામતના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે લોકો અનામતનો લાભ લઇ રહ્યા છે, તેમણે એ નક્કી કરવું જોઇએ કે ક્યાં સુધી તેનો લાભ લેવો જોઇએ. ડૉ. આંબેડકરે એક સામાજિક સમસ્યાને સામે લાવીને અનામતની જોગવાઇ કરી હતી. જ્યાં સુધી સમાજને તેની જરૂર છે ત્યાં સુધી સમાજને તેનો લાભ મળવો જોઇએ. ભૈયાજીએ આ વાત ભોપાલમાં થયેલી આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક થયા પછી મીડિયા સામે રાખી.