પંજાબઃ મોહાલીમાં 42 લાખ રૂપિયાની 2000ની નકલી નોટ ઝડપાઈ, 3ની ધરપકડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અનુસાર, અભિવન પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન સાથે પણ જોડાયા હતા. તેણે પ્રજ્ઞાચક્ષુ માટે એક વિશેષ લાકડી બનાવી હતી, પરંતુ કોઈને ખબર ન હતી કે સમાજસેવાની આડમાં આ વ્યક્તિ નકલી નોટનો ગોરખધંધો કરતો હશે. પોલીસ હવે એ જાણવામાં લાગી છે કે આરોપીએ અત્યાર સુધી કોને કોને નકલી નોટ આપી છે.
વિતેલા 20 દિવસમાં આરોપીઓ બે કરોડ રૂપિયાની નકલી નોટ જૂની નોટ સાથે બદલાવી ચૂક્યા હતા. નકલી નોટ આપતા સમયે નોટોના બંડલની ઉપર અને નીચે એક એક નોટ અસલી રાખતા હતા અને વચ્ચે નકલી નોટ રાખતા.
પોલીસ અનુસાર, ચંદીગઢના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં અભિવન નામની વ્યક્તિ નવી કરન્સીની નકલી નોટ છાપી રહ્યો હતો. 500 અને 1000 રૂપિયાની જૂની નોટની સાથે આ નોટ બદલવામાં આવી રહી હતી.
આ નકલી નોટની સાથે પોલીસે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. તેમાંથી બે ભાઈ બહેન છે અને ત્રીજો દલાલ છે. તેના નામ અભિનવ, સુમન વર્મા અને વિશાખા છે. ત્રણે હરિયાણા નંબરની એક ઓડી કારમાં મોહાલીના જગતપુરા ગામમાં નકલી નોટની ડિલીવરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.
નકલી નોટો પંજાબ પોલીસે ચંદીગઢની નજીક મોહાલી પાસેથી પકડી છે. એક બે લાખ નહીં પહંતુ પૂરા 42 લાખ રૂપિયાની નકલી નોટ પોલીસે ઝડપી છે. આ તમામ નોટો બે-બે હજાર રૂપિયાની નકલી નોટ છે.
મોહાલીઃ નોટબંધીના નિર્ણય પાછળનું એક કારણ નકલી નોટોનો ફેલાવો રોકવાનું પણ હતું. પરંતુ નકલી નોટોનો કાળો કારોબાર કરનારાઓએ નવી નોટની નકલી નોટ છાપી રહ્યા છે. પંજાબના મોહાલીમાં પોલીસે બે-બે હજાર રૂપિયાની નોટની 42 લાખ રૂપિયાની કરન્સી પકડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -