ટાઇમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ સહિત 4 ભારતીયો સામેલ, જુઓ લિસ્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયામાં મહિલાઓની નેતૃત્વમાં વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખતાં મેગેઝીને આ વર્ષે મહિલાઓને લિસ્ટમાં સામેલ કરી છે. આમાં સમાજસેવિકા તરાના બુર્કે (Mee Too ની ફાઉન્ડર), સિંગર જેનિફર લોપેજ, ચલોઇ કિમ, અંતરિક્ષ યાત્રી વિટસનને જગ્યા મળી છે.
ટાઇમ મેગેઝીન તરફથી કહેવામાં આવ્યુ છે કે 2018ના પ્રભાવશાળી લોકોમાં સામેલ સૌથી વધુ 45 એવા છે, જેની ઉંમર 40 વર્ષથી ઓછી છે. આમાં 14 વર્ષના એક્ટર મિલ્લી બૉબી બ્રાઉન પણ સામેલ છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, મેગેઝીને આ વખતે એક્ટ્રેસ નિકોલ કિડમેન, પ્રિન્સ હેરી અને તેની મંગેતર મેગન માર્કલ, લંડનના મેયર સાદિક ખાન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડો, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન, આયરલેન્ડના વડાપ્રધાન લિયો વારાડકર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને સિંગર રિહાનાને પ્રભાવશાળી હસ્તીઓમાં જગ્યા આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ અમેરિકાની ટાઇમ મેગેઝીને ગુરુવારે દુનિયાભરના 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાહ કોહલી, એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, કેબ કંપની ઓલાના કૉ-ફાઇન્ડર ભાવિશ અગ્રવાલ અને માઇક્રોસૉફ્ટના સીઇઓ સત્યા નડેલાને જગ્યા મળી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ વખતે 45 હસ્તીઓ એવી છે જેની ઉંમર 40થી ઓછી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -