ઓડિશામાં તિતલી વાવાઝોડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ભારે પવન સાથે પડી રહ્યો છે વરસાદ
ખુબ જ ખતરનાક થયેલા તિતલી વાવાઝોડાના પગલે ઓડિશામાં સ્કૂલ-કોલેજો બંધ કરાઇ છે. જ્યારે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓડિશાના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેમાં ગંઝા, ખુર્દા, પુરી, જગતિસિંહપુર અને કેન્દ્રપાડામાંલોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તિતલી ચક્રવાતના પગલે ટ્રેન પરિવહનને અસર પડી છે. અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યાકે કેટલીક ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોમાં તિતલીનો કહેર ચાલું છે. અહીં શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.
અત્યારે ગોપાલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાત ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ગુરુવારે સવારે સાડા પાંચ વાગે ટકરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા 10,000 લોકોને સરકારે સુરક્ષિત સ્થળે ખસેડી લીધા છે.
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદભવેલા દબાણના કારણે વાવાઝાડા તિતલીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાવાઝોડુ આજે ઓડિશાના ગોપાલપુર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે.દરિયાકાંઠાના પાંચ જિલ્લાઓમાંથી ત્રણ લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો ઉપર પહોંચાડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -