TMC સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં થયા સામેલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2019 08:26 PM (IST)
1
કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાઈ ગયા છે. આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મુકુલ રોયની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થયા. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મજબૂતી મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બંગાળથી નેતાઓનું ભાજપમાં સામેલ થવાનું સતત ચાલુ છે. થોડા દિવસો પહેલા બંગાળની ફિલ્મ અભિનેત્રી મૌસમી ચટર્જી પણ ભાજપમાં સામેલ થયા હતા.
3
વિષ્ણુપુરથી લોકસભા સાંસદ સૌમિત્ર ખાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત કરી અને પછી તેમને પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરવામાં આવી. તેઓ પહેલા રાજ્ય વિધાનસભાના સભ્ય પણ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -