હિમાચલ પ્રદેશ: ભૂસ્ખલનના કારણે મનાલી-લેહ હાઈવે પર ટ્રાફિક જામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jun 2018 05:39 PM (IST)
1
શિમલા: હિમાચલ પ્રદેશમાં મોન્સૂનના આગમન સાથે ભારે વરસાદ થતાં રાજ્યના અનેક વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતાં અને નદીઓ તેમજ નાળાં ઉભરાઈ જતાં બ્યાસ સહિત અન્ય કેટલીક નદીઓમાં પૂર આવતાં જનજીવન ઠપ થઈ ગયું હતું.
2
દરમિયાન રાજ્યમાં ટંબા-તીસા માર્ગ પર રાઠ ધાર પાસે ભૂસ્ખલન થતાં ૨૦૦ મીટર રોડ ધોવાઈ જતાં મનાલી- લેહ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવતાં આ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ખાસ કરીને મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
3
દરમિયાન ઉત્તરાખંડમાં પણ હિંડોલા ખીણ નજીક વરસાદથી રોડ બેસી જતાં અહીં પણ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતાં અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રોજીંદા વ્યવહાર પર તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી.