મરાઠા આંદોલન: પુણેમાં રેલવે ટ્રેક અને હાઈવે જામ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક
મરાઠા ક્રાંતિ મોર્ચા મુજબ, જો સરકારે મરાઠાઓના પક્ષમાં યોગ્ય નિર્ણય નહી લીધો તો જન આક્રોશ સમગ્ર મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાવી દેશે. તેની જવાબદારી માત્રને માત્ર મુખ્યમંત્રીની રહેશે. મરાઠાઓએ પહેલા જ નક્કી કર્યું છે કે વાતચીત નથી કરવી. મુખ્યમંત્રીના વાતચીતના પ્રસ્તાવને બુધવારે મરાઠા સમાજે ફગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: મહારાષ્ટ્રમાં અનામતની માંગને લઈને મરાઠા આંદોલને ફરી એક વખત જોર પકડ્યું છે, પુણેમાં મરાઠા ક્રાંતિ મોર્ચાએ રેલવે ટ્રેકને જામ કરી દિધો છે. જ્યારે, મુંબઈ-પુણે હાઈવે પણ જામ કરી દિધો છે. આ આંદોલનને કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ મંત્રીઓ સામેલ થશે.
આ પહેલા, પ્રદર્શનકારિઓના પથરાવામાં એક કોન્સટેબલનું મોત થયું હતું જ્યારે અન્ય નવને ઈજા પહોંચી હતી. બુઘવારે મરાઠા ક્રાંતિ મોર્ચાએ મુંબઈમાં બંધની જાહેરાત કરી હતી. બાદમાં મુંબઈમાં કેટલીક જગ્યાઓ પર બેસ્ટની બસો પર પથરાવ કર્યો. ઠાણેમાં ટ્રેન રોકવામાં આવી. પરંતુ બુધવાર બપોર બાદ હિંસા વધતા મરાઠા ક્રાંતિ મોર્ચાએ મુંબઈ બંધ પરત લઈ લીધું હતું.
મરાઠા સમાજ માટે અનામતની માંગને લઈને ચાલી રહેલું રાજ્યવ્યાપી પ્રદર્શન હિંસક થયા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું તે સરકારે મરાઠા સમાજના વિરોધની જાણકારી મેળવી છે અને તેના પર ઘણા નિર્ણય લીધા છે. સરકાર તેમની સાથે વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું સરકારે મરાઠા સમાજના અનામત માટે કાનૂન બનાવ્યો હતો પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેના પર સ્ટે લગાવી દિધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -