Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સામેથી આવતી બાઇક જોઇને કાર શીખાઉ છોકરીએ ભૂલથી બ્રેકની જગ્યાએ દબાવ્યું એક્સલરેટર ને....
બસ ડેપોની નજીક સતલુજ ચોક પાસે મોતા સિંહ નગરમાં શનિવારે સવારે 6.30 વાગે કાર ચુનમુન ચોક તરફ જઈ રહેલી કારે બાઈકને ટક્કર મારી દીધી હતી. એક્સિડન્ટના કારણે બાઈક ચલાવનાર જગદીશ રોડ સાઈડ પર પડી ગયો હતો અને પાછળ બેઠેલી ટીચર અને બાઈક 20 મીટર સુધી ઘસડાયા હતા. કારમાંથી એક બાજુથી છોકરી બહાર આવી અને બીજી તરફથી ડ્રાઈવર. પોલીસે પહેલાં તો તે બંનેની ધરપકડ કરી લીધી હતી પરંતુ અમિષાના પિતાએ બેલ બાઉન્ડ ભરીને તેને જામીન અપાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે હરદયાલ નગરમાં રહેતા બોક્સ ફેક્ટરીના માલિક અરવિંદ અગ્રવાલની 18 વર્ષની દીકરી અમિષા અને તેના ટ્રેનરની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે મોડી સાંજે અમિષા અગ્રવાલ અને તેના ટ્રે્નરને જામીન આપી દેવામાં આવ્યા હતા. બંને સામે કલમ 279, 304 એ, 337 અને 338 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ તરફથી પેરેન્ટ્સને મેસેજ મોકલવામાં આવ્યો છે કે, ટીચરના મૃત્યુના કારણે સોમવારે સ્કૂલ બંધ રાખવામાં આવી છે.
જાલંધર: દેશમાં વધી રહેલા એક્સિડેન્ટના કેસમાં શીખાઉ કાર ડ્રાઇવરનો પણ મહત્વનો ફાળો હોય છે. આવી જ એક ઘટના જલંઘરમાં સામે આવી છે. લિંક રોડ પર કોસ્મેટિક સર્જન ડૉ. બીપી સિંહની હોસ્પિટલ સામે શનિવારે સવારે 6.30 વાગે કાર શીખતી છોકરીએ સામેથી આવતી બાઈક જોઈને બ્રેકની જગ્યાએ એક્સલરેટર દબાવી દીધું હતું. જેથી કારે બાઈક ચાલક જીજા-સાળીને 20 મીટર સુધી ઘસડ્યાં હતા. એક્સિડન્ટમાં સેન્ટ જોસેફ બોયઝ સ્કૂલની 50 વર્ષની ટીચર નિર્મલા દેવીનું મોત થઈ ગયું છે. જ્યારે બાઈક ચાલક જીજાના પગમાં ફ્રેક્ચર થયું છે.
બસ્તી દાનિશમંદાના શિવા જી નગરમાં રહેતા 35 વર્ષના જગદીશ કુમારે કહ્યું- તે પત્ની રેણુ સાથે શુક્રવારે સાંજે ન્યૂ જવાહર નગરમાં આવેલા તેના સાસરે ગયો હતો. ત્યારે મોટી સાળીએ મને સ્કૂલ સુધી મુકી જવા કહ્યું હતું. અમે મોતા સિંહ નગર તરફ વળવા ગયા તો એક સ્પીડમાં આવતી કારે અમને ટક્કર મારી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -