રાહુલે સેક્સ એક્સચેન્જ કરાવીને યુવકમાંથી યુવતી બનેલી જર્નાલિસ્ટને આપ્યો મોટો હોદ્દો, જાણો વિગત
અપ્સરાનો જન્મ છોકરા તરીકે થયો હતો પરંતુ પછી જાતિ પરિવર્તન કરાવી યુવતી બની હતી. 2016માં ભાજપમાં જોડાયાના થોડા દિવસોમાં વિચારોના મતભેદોને કારણે પક્ષ છોડી દીધો હતો. ત્યારે જયલલિતાએ અપ્સરાને અન્નાદ્રમુકની પ્રવક્તા બનાવી હતી. પરંતુ જયલલિતાના નિધન બાદ પક્ષમાં ઘમાસાણ થતાં રાજીનામું આપી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપ્સરા રેડ્ડીએ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ સુષ્મિતા દેવની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી અને પાર્ટીમાં સામેલ થઇ. કોંગ્રેસના આ નિર્ણયની ટ્વીટર પર પ્રસંશા થઇ રહી છે. ટ્વીટર યૂઝર્સ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ પહેલ કરવા બદલ અભિનંદન પાઠવી રહ્યાં છે.
ટ્રાન્સજેન્ડર અપ્સરા રેડ્ડીને કોંગ્રેસ પક્ષની મહિલા પાંખની રાષ્ટ્રીય મહામંત્રી બનાવાઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે જર્નાલિસ્ટ અને એક્ટિવિસ્ટ અપ્સરા રેડ્ડીનું પક્ષમાં સ્વાગત કરવાની સાથે મહામંત્રીપદે નિયુક્ત કરી.
નવી દિલ્હીઃ સાઉથ ઇન્ડિયાની ચર્ચિત ટ્રાન્સજેન્ડર સામાજિક કાર્યકર્તા અપ્સરા રેડ્ડી મંગળવારે કોંગ્રેસમાં સામેલ થઇ ગઇ. આ પહેલા તે અન્નામુદ્રક સાથે જોડાયેલી હતી અને રાષ્ટ્રીય પ્રવક્તાની ભૂમિકા નિભાવી રહી હતી. તે પત્રકાર પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -