વિપક્ષના હંગામાના કારણે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજૂ ન થયું
ગુરૂવારનાં રોજ કેબિનટે આ બિલમાં સંશોધન કર્યું હતું. ત્યારબાદ હવે આ બિલ પાસ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ વિપક્ષનાં વિરોધનાં કારણ બિલ રજૂ નથી થઇ શક્યું. તમને જણાવી દઇએ કે આ પહેલા કોંગ્રેસે પણ આ બિલમાં અનેક પ્રકારની ઉણપ દર્શાવી હતી. ત્યાર બાદ બિલને સંશોધિત કરવામાં આવેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારનાં રોજ જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસે રાફેલનો મુદ્દો ઉઠાવ્યો અને જબરદસ્ત હોબાળો કર્યો. ત્યાર બાદ અનેક વિપક્ષી દળોએ ત્રિપલ તલાક બિલ રજૂ કરવા જવા પર બાબતે વિરોધ કરવામાં આવેલ છે. હોબાળાને લઇને રાજ્યસભાને બપોરનાં 2:30 કલાક માટે સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી.
નવી દિલ્હીઃ રાફેલ વિમાન સોદાની સંયુક્ત સંસદીય (જેપીસી)ની તપાસ કરાવવાની માંગ કરી રહેલા કૉંગ્રેસના સદસ્યોના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે વધુ એકવાર સ્થગિત કરવામાં આવી હતી. સંસદની બેઠક શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યોએ આ મામલે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે આમ સહમતિ બની શકી નહીં અને ટ્રિપલ તલાક બિલ ચોમાસુ સત્રમાં રજુ થઈ શક્યું નહીં. હવે આશા છે કે આ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -