✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ત્રિપુરામાં આ જીમ ઈન્સ્ટ્રક્ટરના ક્યા માસ્ટરસ્ટ્રોકે ભાજપની જીતનો પાયો નાંખ્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2018 02:15 PM (IST)
1

બિપ્લબ દેવે ભાજપની જીતમાં માસ્ટરસ્ટ્રોક 5 ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને માર્યો. 8 ઓગસ્ટ 2017ના રોજ બિપ્લબ કોંગ્રેસના ધારાસભ્ય સુદીપ રોય બર્મન અને પાંચ ધારાસભ્યને ભાજપમાં ખેંચી લાવ્યા એ ભાજપ માટે મોટી સિધ્ધી હતી. ત્રિપુરામાં 70 ટકા મતદારો બંગાળી છે ને આ માસ્ટરસ્ટ્રોકે બંગાળીઓને ભાજપ તરફ કરી દીધા.

2

ભાજપે અત્યાર સુધી બિપ્લબ દેબના નામની સત્તાકીય જાહેરાત કરી નથી પરંતુ તેમના નામ પર સર્વસંમતિ થઈ હોવાનું નક્કી હોય તેમ લાગી રહ્યું છે. ત્રિપુરાના ભાજપના પ્રમુખ બિપ્લબ દેબ મુખ્યમંત્રીપદની દોડમાં સૌથી આગળ છે તે જોતાં તે મુખ્યમંત્રી બનશે એવું લાગે છે.

3

દિલ્હીમાં તેમણે પ્રોફેશનલ જિમ ઈન્સટ્રક્ટર તરીકે પણ કામ કર્યું અને પછી 15 વર્ષ બાદ ત્રિપુરા પાછા ફર્યા. 2014માં મોદીએ વડાપ્રધાન બન્યા બાદ બિપ્લબ દેબને દિલ્હીથી ત્રિપુરા મોકલ્યા. જેથી ભાજપ ત્યાં પોતાની સત્તા મેળવવા માટેની બાજી ગોઠવી શકે.

4

આ ઓપરેશન બાદ તેમને વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્રિપુરા રાજ્ય પ્રમુખની જવાબદારી મળતા જ માત્ર બે વર્ષમાં તેમણે ભાજપની રાજ્યમાં કાયાપલટ કરી. તેમણે કેમ્પેનિંગમાં વડાપ્રધાન મોદીના ભારે વખાણ કર્યા અને તેમને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા હતા.

5

બિપ્લબને ભાજપે વર્ષ 2016માં ભાજપે રાજ્યના અધ્યક્ષ બનાવ્યા હતા. બિપ્લબનો જન્મ ત્રિપુરાના ઉદયપુર જિલ્લામાં થયો હતો. જેને આજે ગોમતી જિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. શાળાનો અભ્યાસ ત્રિપુરામાં કર્યો. ગ્રેજ્યુએશન ત્રિપુરા યુનિવર્સિટીમાંથી કર્યા બાદ તે આગળનો અભ્યાસ કરવા દિલ્હી આવ્યા.

6

નવી દિલ્લીઃ ત્રિપુરામાં ભાજપે 25 વર્ષના ડાબેરી શાસનનો અંત લાવીને છાકો પાડી દીધો છે. ત્રિપુરામાં ભાજપના વિજયનો યશ ઘણાં નેતાઓને અપાય છે પણ આ વિજયમાં બિપ્લબ દેવની ભૂમિકા વધારે મહત્વની છે. આ કારણે જ ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપ બિપ્લબ દેબની પસંદગી કરી શકે છે.

7

ત્રિપુરામાં ભાજપની જીત બાદ તરત જ ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વીટ કરતા બિપ્લબ દેબને અભિનંદન આપ્યા છે. આ કારણે પણ બિપ્લબ દેવની શક્યતા વધારે છે. આ ઉપરાંત બિપ્લબ દેબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્વયંસેવક છે તેથી પણ તેમની શક્યતા પ્રબળ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ત્રિપુરામાં આ જીમ ઈન્સ્ટ્રક્ટરના ક્યા માસ્ટરસ્ટ્રોકે ભાજપની જીતનો પાયો નાંખ્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.