અટલ બિહારી વાજયેપીના નિધન અગાઉ જ ત્રિપુરાના રાજ્યપાલે આપી શ્રદ્ધાંજલિ
રોયના ટ્વિટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. બાદમાં રોયને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. રોટે ફરીથી ટ્વિટ કરી કહ્યું, મને માફ કરો. મેં ટીવી રિપોર્ટના આધારે ટ્વિટ કર્યું છે. મેં તેને સાચું માની લીધું. હજુ સુધી સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. મેં મારુ ટ્વિટર ડિલિટ કરી દીધું છે. એકવાર ફરી માફ કરો. નોંધનીય છે કે વાજપેયીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વાજપેયી છેલ્લા નવ સપ્તાહથી એઇમ્સમાં ભરતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃનવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ભરતી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર છે. એઇમ્સ તરફથી વાજપેયીની તબિયતને લઇને જાહેર કરેલા હેલ્થ અપડેટમાં જણાવ્યું કે, તેમની હાલત અગાઉથી જ ગંભીર બનેલી છે. આ વચ્ચે ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયે ટ્વિટ કરીને પૂર્વ વડાપ્રધાનના નિધન પર દુખ વ્યક્ત કરી દીધું હતું. જોકે, બાદમાં રોયે પોતાની ભૂલ સ્વીકારી હતી અને તેમણે ટ્વિટ ડિલિટ કરી માફી માંગી લીધી હતી. તથાગત રોયે અટલજીને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટમાં જણાવ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન, સારા વક્તા અને છ દાયકાઓ સુધી ભારતીય રાજનીતિના ચમકતા સિતારા રહ્યા, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના અંગત સચિવના રૂપમાં પોતાની શરૂઆત કરનારા, ખૂબ બુદ્ધિમાન, વિનમ્ર અટલ બિહાર વાજપેયીનું નિધન થઇ ગયું છે. ઓમ શાંતિ..
- - - - - - - - - Advertisement - - - - - - - - -