આઠ દિવસ બાદ રાષ્ટ્રવ્યાપી ટ્રક હડતાળ સમેટાઈ, સરકારે માંગણીને લઈને સમિતી રચવા આપી ખાતરી
નવી દિલ્હી: છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી ટ્રક હડતાલ સરકાર સાથે મંત્રણા બાદ આજે સમેટાઇ ગઇ છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે ચર્ચા કર્યા બાદ અને ટ્રાન્સપોટેરેશનના અધિકારીઓ વચ્ચે સફળ મંત્રણા બાદ હડતાળ સમેટાઈ ગઈ છે. ટ્રાન્સપોટ્રેશન એશોશીએશનની લગભગ માંગણીઓ કેન્દ્ર સરકારે માની લીધી છે. ટ્રક હડતાળ સમેટાઈ જતા લોકોના જીવમાં જીવ આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્રીય મંત્રી ગડકરીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ટ્રાન્સપોર્ટસની માંગો પર વિચાર-વિમર્શ કરવા માટે ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરવામાં આવશે’
ટ્રાંસપોર્ટ્સની હડતાળને કારણે અનેક નિકાસકારોના કન્સાઈનમેંટ અટવાયા છે. દૂધ અને શાકભાજીના પૂરવઠાને અસર થતાં તેની સીધી અસર ભાવો પર પડી, તહેવારો પહેલા કાપડ ઉદ્યોગને પણ હડતાળથી માઠી અસર થઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ જીએસટીમાં લાવવા માટે, થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સના વધેલી કિંમત ઓછી કરવા અને ટોલ ટેક્સ બંધ કરવા જેવી માંગ સાથે ચાલી રહેલી ટ્રાંસપોર્ટરોની હડતાળ પર હતા.
સરકારે છ મુદ્દાની માંગ પર ચર્ચા વિચારણા કરવા તૈયારી દર્શાવી છે ખાતરી આપી છે. વધુ એક્સલ લોડ ધરાવતા વ્હીકલોને નિયમિત કરવા પર વિચારણા કરવામાં આવશે. રોડ પર ઓવરલોડિંગ કરતા ટ્રક પર પગલા લેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -