દિલ્હીમાં હવા પ્રદુષણ વધ્યુ, ટ્રકોની એન્ટ્રી પર બેન, ડિઝલ ગાડીઓ પર પણ સંકટ
જોકે, પોલીસ અનુસાર, જે ફળ, શાકભાજી, અનાજ કે બીજી કેટલીક જીવન જરૂરિયાત વસ્તુઓની હેરાફેરી કરતા ગાડીઓ છે તેને પ્રવેશની છૂટ આપવામાં આવી છે.
હવા પ્રદુષણને અટકાવવા માટે સરકારે શહેરમાં ટ્રકોની એન્ટ્રી પર બેન લગાવી દીધો છે. મીડિયા અનુસાર, ગુરુવારે સિંધુ બોર્ડર પર ભારે અને મધ્યમ કેટેગરીના વાહનોની તપાસ કરવામાં આવી અને બાદમાં આવી ગાડીઓને દિલ્હીની બોર્ડર પરજ અટકાવી દેવામાં આવી હતી. સાથે સાથે હવે ડિઝલ ગાડીઓ પર પણ સંકટ તોળાઇ રહ્યું છે.
દિલ્હીમાં શુક્રવારે સવારે એર ક્વૉલિટી ઇન્ડેક્સ 585 નોંધાયો હતો, આ ઇન્ડેક્સ એઆઇક્યૂની 'ખતરનાક' સીરીઝમાં આવે છે.
નવી દિલ્હીઃ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 26 કલાકોથી પ્રદુષણની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. જેને લઇને દિલ્હીમાં હવે લોકોને શ્વાસ લેવાની પણ તકલીફ પડી રહી છે. હવા પ્રદુષણને લઇને સરકારે કેટલાક પગલા પણ લીધા છે.