✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી જે હેલિકોપ્ટર વાપરે છે તે અદાણીના હેલિકોપ્ટરમાં રામ રહીમને જેલમાં લઈ જવાયેલો ? આ વાયરલ મેસેજની જાણો હકીકત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2017 12:40 PM (IST)
મોદી જે હેલિકોપ્ટર વાપરે છે તે અદાણીના હેલિકોપ્ટરમાં રામ રહીમને જેલમાં લઈ જવાયેલો ? આ વાયરલ મેસેજની જાણો હકીકત
1

બીજી તરફ એવી વિગતો બહાર આવી છે કે, ભારતમાં 2011માં જ આવા 20થી વધારે હેલિકોપ્ટર હતાં. બેંગલુરુમાં થયેલા એરો ઈન્ડિયા 2011ની લિંકના પેજ નંબર 16 પર AW139 હેલિકોપ્ટર બનાવતી કંપનીને અદાણી ગ્રુપ દ્વારા ઓર્ડર અપાયો હોવાનો ઉલ્લેખ છે. આમ આ હેલિકોપ્ટર અદાણીનું જ હોવાનું છાતી ઠોકીને ના કહી શકાય.

2

નવી દિલ્હીઃ સીબીઆઈ કોર્ટે બળાત્કારના કેસમાં દોષી જાહેર કર્યા બાદ રામ રહીમ સિંહને ગૌતમ અદાણીના હેલિપ્ટરમાં બેસીને પંચકૂલાથી રોહતક ગયા હોવાના અહેવાલ અને મેસેજ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી ઘણી વખત અદાણીના હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે તેથી આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

3

વાયરલ મેસેજમાં બે ફોટા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘રામ રહીમ પણ નરેન્દ્ર મોદી જેવો ઉપયોગ ઘણી વાર કરે છે તે અદાણીના હેલિકોપ્ટરથી જેલ ગયા હતા. તેના કારણે મોદી અને રામ રહીમ વચ્ચે કોઇ સમજૂતી થઈ છે કે શું અને ખટ્ટર સરકારે આ માટે કોઈ કાર્યવાહી કેમ ન કરી તેવા સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

4

તેમણે ઉમેર્યું કે, અદાણીના હેલિકોપ્ટરની વાત ખોટી છે. કોઈ આરોપીને દોષી જાહેર કર્યા બાદ તેને લઇને જરૂરી વ્યવસ્થા સરકારે કરવી પડે છે અને સ્થિતિ જોતા હેલિકોપ્ટર દ્વારા રહીમને રોહતક લઈ જવાનો નિર્ણય લેવાયો હતો.. આમ રામ રહીમને અદાણીના હેલિકોપ્ટરથી લઇ જવાયા નહોતા.

5

જો કે હરિયાણાના એડિશનલ ચીફ સેક્રેટરી રામ નિવાસે સ્પષ્ટતા કરી છે કે, રામ રહીમને પંચકૂલા કોર્ટથી રોહતક લઈ જવા હેલિકોપ્ટરની વ્યવસ્થા હરિયાણા સરકાર વતી કરવામાં આવી હતી. ગુરમીતને જે AW-139 હેલિકોપ્ટર દ્વારા રોહતક લઈ જવાયો તે સરકારને હેલિકોપ્ટર ભાડે આપતી એક ખાનગી કંપની પાસેથી મંગાવાયું હતું.

6

આ પ્રકારના અન્ય મેસેજમાં બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. પ્રથમ ફોટામાં મોદી AW139 હેલિકોપ્ટરમાંથી ઉતરી રહ્યા છે. બીજા ફોટામાં એ જ રંગ અને મોડલના હેલિકોપ્ટરમાં રામ રહીમ કોર્ટથી રોહતક જવા માટે બેઠા છે. આ ફોટો જોઈને મોદી અને રામ રહીમે બંનેએ અદાણીનું હેલિકોપ્ટર વાપર્યું હોવાની વાત વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી જે હેલિકોપ્ટર વાપરે છે તે અદાણીના હેલિકોપ્ટરમાં રામ રહીમને જેલમાં લઈ જવાયેલો ? આ વાયરલ મેસેજની જાણો હકીકત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.