ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ સુનામી આવતા 43 લોકોના મોત, 600 ઘાયલ
સુંદા ખાડી ઈન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપની વચ્ચે છે. આ જાવાનો દરિયો હિંદ મહાસાગરને જોડે છે. સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણ લામપુંગ અને જાવાના સેરાંગ તેમજ પાંદેલાંગ વિસ્તારમાં થઈ હતી. ઈન્ડોનેશિયાના આપદા પ્રબંધન વિભાગના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહો મુજબ, જિયોલોજિકલ એજન્સી સુનામીનું કારણ શોધી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે.
જકાર્તાઃ ઇન્ડોનેશિયાના જ્વાળામુખી દ્વીપ સુંડામાં સુનામીનો કેર રવિવારે ફરી એકવાર જોવા મળ્યો. સમુદ્રની નીચે ખડકો ખસવાથી આવેલી સુનામીએ આ વખતે 43 લોકોનો જીવ લીધો છે અને આ ઘટનામાં 600 લોકો ઘાયલ થવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, રિંગ ઓફ ફાયરમાં સ્થિત હોવાના કારણે ઇન્ડોનેશિયામાં દુનિયામાં સૌથી વધુ ભૂકંપ અને સુનામી આવે છે.
આ દરમિયાન એક 50થી 65 ઉંચા મોજા ઉઠ્યા હતા. એન્ડરસને જણાવ્યું કે તેને પોતાનો જીવ બચાવવા હોટલ તરફ ભાગવું પડ્યું હતું. જોકે તે બાદ મોજા હોટલ સુધી પહોંચી ગયા હતા. મોજાની ઝપેટમાં આવવાથી હોટલની બહાર ઊભેલી કાર ઊંધી વળી ગઈ હતી.
અનાકા ક્રાકતોઆ એક નાનો જ્વાલામુખ દ્વીપ છે. આ 1883માં ક્રાકતોઆ જ્વાલામુખી ફાટ્યા બાદ અસ્તિત્વમાં આવ્યો હતો. નોર્વેના પત્રકાર ઓએસ્ટિન એન્ડરસન મુજબ જ્વાલામુખ ફાટવાના સમયે તેઓ એક ટાપુ પરથી તેની તસવીરો લઈ રહ્યાં હતા.