ટીવી ન્યૂઝ એન્કર રાધિકાનું રહસ્યમય મોત, સિનિયર સાથે ઘરમાં કરી રહી હતી દારૂની પાર્ટી
રાધિકાના પિતા બ્રિજેશ કૌશિકે જણાવ્યું હતું કે, તેમની દીકરી ક્યારે દારૂ પીતી નહોતી. રાહુલને રાધિકાના પ્રમોશનથી ઇર્ષા હતી. જેને કારણે રાહુલે રાધિકાની હત્યા કરી નાંખી છે. ગૌતમબુદ્ધનગર પોલીસે સિનિયર એન્ક સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ટીવી ન્યૂઝ એન્કર રાધિકા કૌશિક(ઉ.વ.27) મૂળ રાજસ્થાનની છે અને છેલ્લા બે મહિનાથી નોઇડામાં એક ચેનલમાં કામ કરવા માટે આવી હતી. પોલીસે હાલ યુવતીના સિનિયર એન્કર રાહુલ અવસ્થીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
એસએસપી ડો. અજયપાલે મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આ એક અકસ્માત છે. રાધિકા કોઈ વાતને લઈને પરેશાન હતી. તેણે પણ રાતે ખૂબ દારૂ પીધો હતો. તે રાતે સાડા ત્રણ વાગ્યે બાલકનીની રેલિંગ પાસે ઊભી હતી. હું બાથરૂમમાં હતો. ત્યારે જ કંઇક નીચે પડવાનો અવાજ સંભળાયો. મને ખબર પડતાં હું તરત નીચે પહોંચ્યો અને ગાર્ડ પાસે મદદ માગી.
પોલીસના જણાવ્યા પ્રમાણે રાધિકાર પોતાની રૂમમેટ સાથે નવ વાગ્યે ઓફિસથી નીકળી ગઈ હતી. ફ્લેટમાંથી દારૂ અને બિયરની બોટલો મળી છે. આરોપી રાહુલે પણ ખૂબ દારૂ પીધો હતો. બંનેએ રાતે ઓનલાઇન ડિનર મંગાવ્યું હતું. રૂમમાંથી ખાદ્ય સામગ્રી મળી વેર-વિખેર હાલતમાં મળી આવી છે.
નોઇડાઃ નોઇડામાં સેક્ટર-77 ખાતે આવેલા અંતરિક્ષ ફોરેસ્ટ એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા ટીવી ન્યૂઝ એન્કર રાધિકા કૌશિકનું મોત થયું છે. જોકે, તેની હત્યા કરવામાં આવી છે કે અકસ્માત છે, તેને લઈને ભારે તર્ક-વિતર્ક સર્જાયા છે. રાધિકાનું મોત થયું ત્યારે તેની સાથે તેનો સિનિયર એન્કર પણ હાજર હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -