ટ્વિટરના CEOએ સંસદીય સમિતિ સામે હાજર થવાનો કર્યો ઈનકાર, જાણો વિગત
નવી દિલ્હીઃ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરના સીઇઓ અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓને લોકસભાના સાંસદ અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળની સંસદીય સમિતિ દ્વારા ભારત આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે સાંસદના આ આમંત્રણને ટ્વિટર દ્વારા નકારી દેવામાં આવ્યું છે. આ લોકોને આઇટી માટે બનેલી સંસદીય સમિતિ દ્વારા ભારત બોલાવવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંસદીય સમિતિ એ 1 ફેબ્રુઆરીએ ટ્વીટરને એક પત્ર મોકલી આમંત્રણ આપ્યું હતું. આ સંબંધમાં, મીટિંગ 7 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી, પરંતુ તેને મોકુફ રાખીને ફરી 11 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે જેથી ટ્વિટરના સીઇઓ જેક્સ ડોર્સિ સહિતના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પૂરતો સમય મળી શકે.
આ સમિતિ સોશિયલ મીડિયા પર લોકોના હિતોને કેવી રીતે વધુ સુરક્ષિત કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવા માગતી હતી. આ માટે તેમને 10 દિવસનો સમય ફાળવવામાં આવ્યો હતો. ટ્વિટર દ્વારા આ સમયને ઓછો ગણાવવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -