AAPનાં 2 ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યા, જાણો શું છે મામલો
શિરોમણી અકાલી દળના નેતા મનજિંદલ સિંહ સિરસાએ કહ્યું કે, આપ ધારાસભ્યોએ દેશનું નામ ખરાબ કર્યું છે. પંજાબનું નામ ખરાબ કર્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યને કેનેડાએ તેમની ધરતી પર પગ ન મૂકવા દીધો અને કહ્યું કે તે ગુનેગાર છે. આવા વ્યક્તિને અરવિંદ કેજરીવાલ સપોર્ટ કરે છે અને તેની પાર્ટીમાં રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ચર્ચા મુજબ અમરજીત સિંહ પર એક મહિલા સાથે મારપીટનો આરોપ છે. જેમાં રોપડની કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કોઈ અજાણી વ્યક્તિએ કેનેડા ઓથોરિટીને કરી હતી. જે અંગે કેનેડાએ વાંધો ઉઠાવ્યો અને બંનેને દિલ્હી પરત મોકલી દીધા હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, આવું કંઈ થયું નથી અને કોર્ટની મંજૂરી લીધા બાદ જ કેનેડા ગયા હતા.
કોટકપૂરાથી આપના ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાએ જણાવ્યું કે, ઇમિગ્રેશન સત્તાધીશોએ અમારા પર ભારત પરત ફરવાનું દબાણ નહોતું કર્યું પરંતુ તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમે નિશ્ચિત ન કરી લઈએ કે આ તમારો અંગત પ્રવાસ છે કે રાજકીય ત્યાં સુધી મંજૂરી ન આપી શકીએ. અમે ત્યાં અમારી બહેનને મળવા ગયા હતા. ધારાસભ્ય હોવાના કારણે અમે કેટલાક રાજકિય પ્રોગ્રામ પણ બનાવ્યા હતા પરંતુ કેટલાક પ્રોગ્રામ ફાઇનલ નહોતા થયા.
દિલ્હી પરત ફર્યા બાદ અમરજીત સિંહે જણાવ્યું કે, કેનેડાની ઈમિગ્રેશન ઓથોરિટી સાથે અનેક કોમ્યુનિકેશન ગેપ થયો છે. તેમણે કહ્યું કે, તમે વીઝા પત્ની અને બાળકો સાથે લીધા છે પરંતુ તમે એકલા જ આવ્યા છો. અહીંયા તમારી રાજકીય મીટિંગ પણ છે, પરંતુ તેની જાણકારી આપી નતી. તેથી અમે તમને અહીંયા આવવાની મંજૂરી ન આપી શકીએ. જ્યારે તમે સંપૂર્ણ માહિતી આપશો ત્યારે અમે તમારું સ્વાગત કરીશું.
નવી દિલ્હીઃ પંજાબના આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કેનેડા એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા છે. રોપડથી આપના ધારાસભ્ય અમરજીત સિંહ સંધોઆ અને કોટકપૂરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંઘવાને કેનેડામાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. ઇમિગ્રેશન ઓથોરિટીએ પૂછપરછ બાદ બંનેને ઓટાવા એરપોર્ટ પરથી જ પાછા ધકેલી દેવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -