જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, BSFના 2 જવાન શહીદ
હાલમાં પાકિસ્તાની રેંજર્સ તરફથી અખનૂટ સેક્ટરમાં ફાયરિંગ ચાલું છે અને મોર્ટાર છોડી રહ્યા છે. ત્યાં ભારતીય સુરક્ષાદળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શનિવારે મોડી રાતે પાકિસ્તાને આતંરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયર તોડી ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનની આ ગોળીબારમાં બીએસેફના બે જવાન શહીદ થઇ ગયા છે.
પાકિસ્તાન રમઝાનના પવિત્ર મહિનામાં પણ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને આતંરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરી કરી રહ્યું છે. શનિવારે શ્રીનગરમાં સીઆરપીએફના વાહનો પર ગ્રેનેડ હુમલા થયા હતા, જેમાં ચાર જવાન સહિત પાંચ લોકો ઘાયલ થઇ ગયા હતા. આ હુમલાની જવાબદારી સંગઠન જેશ-એ-મોહમ્મદે લીધી છે.
પાકિસ્તાન અખનૂર સેક્ટરના પરગવાલ બજારને નિશાન બનાવી સતત ગોળીબાર કરી રહ્યું છે. સતત થઇ રહેલી ફાયરિંગને જોતા પરગવાલના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -