રસ્તા વચ્ચે બે પુરુષો પતિ હોવાનો દાવો કરીને લડતા રહ્યા, મહિલા ત્રીજા સાથે ભાગી ગઈ
પોલીસે જ્યારે શશિકલાને આ બંનેમાંથી કોની સાથે લગ્ન કરવાની છે સવાલ પૂછ્યો તો જવાબમાં તેણે ના કહ્યું. એટલામાં ત્રીજો વ્યક્તિ ત્યાં પહોંચી ગયો. તેણે શશિકલાને પોતાનો મિત્ર કહ્યો અને બાદમાં શશિકલા આ શખસ સાથે ત્યાંથી જતી રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશશિકલા એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતી હતી જ્યાં સિદ્દારાજૂ નામના કેબ ડ્રાઈવર સાથે તેની મુલાકાત થઈ અને તેણે શશિકલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પોલીસનું કહેવું છે કે, મૂર્તિ પરિણીત હતો અને સિદ્દારાજૂના લગ્ન નહોતા થયા. આથી શશિકલાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને શનિવારે બંને બસસ્ટેન્ડ પાસે ઊભા હતા. તે સમેય મૂર્તિએ ત્યાં આવીને તેના પર હુમલો કરી દીધો. સિદ્દારાજૂ અને મૂર્તિને લડતા જોઈને લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ પોલીસ ત્યાં આવી પહોંચી અને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ઘટના શનિવારે 11 વાગ્યે બેંગલુરુ-પુણે નેશનલ હાઈવે 48 પર બની. પોલીસના કહેવા મુજબ મહિલાની ઓળખ શશિકલા તરીકે થઈ છે. મહિલા ચિક્કાબિદારુકુલ્લૂ મૂર્તિ નામના શખસ સાથે રહેતી હતી. પોલીસે કહ્યું કે, વર્ષ 2000માં શશિકલાના લગ્ન રંગાસ્વામી નામના શખ્સ સાથે થયા, 2010માં બન્નેના છૂટાછેડા થયા. આ બાદ શશિકલા રમેશ કુમાર નામના શખસ સાથે રહેવા લાગી અને 2015માં તેને અન્ય એક શખસ મળી ગયો. પરંતુ 6 મહિનામાં જ શશિકલા તે શખસની પણ અલગ થઈ ગઈ. જોકે 2017થી શશિકલા મૂર્તિ સાથે રહે છે, પરંતુ મૂર્તિ પરિણીત છે અને તેના બે બાળકો છે.
હાજર 38 વર્ષની મહિલાએ કહ્યું કે તેના લગ્ન બંનેમાંથી કોઈની પણ સાથે નથી થયા અને તે અન્ય કોઈની છે. છેવટે મહિલા પોતાના કોઈ ત્રીજા ‘પુરષ મિત્ર’ સાથે જતી રહી. રસ્તા પર ઊભેલા લોકો આ નજારો જોઈને મજા લઈ રહ્યા હતા. તો હાજર કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો.
બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રસ્તા પર જઈ રહેલ લકોને શનિવારે એક અજીબ નજારો જોવા મળ્યો. અહીં બે વ્યક્તિ એક મહિલાના પતિ હોવાનો દાવો કરતા ઝઘડી રહ્યા હતા. આ સમયે મહિલા પણ ઘટનાસ્થળે હાજર હતી. આમ તો મહિલાએ આ બેમાંથી કોઈ એક પુરુષ સાથે જવું જોઈતું હતું. પરંતુ કહાની કંઈક અલગ જ નીકળી. આ ઝઘડાનં ક્લાઈમેક્સ વધારે ફની અને ફિલ્મી હતું. ઘટના સ્થળે પોલીસે આવીને ત્રણેયના નિવેદન લીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -