ક્યા રાજ્યમાં બે અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો?
બેંગલુરુઃ લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના બચ્યા છે ત્યારે રાજકીય દાવપેચ તેજ બન્યા છે. આ માહોલમાં કર્ણાટકમાં બે અપક્ષ ધારાસભ્યોએ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને પોતે આપેલો ટેકો પાછો ખેંચી લેતાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર હાલકડોલક થવા માંડી છે તેવો દાવો ભાજપે કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએચ નાગેશે કહ્યું કે, મેં ગઠબંધનને સારી અને મજબૂત સરકાર આપવા માટે સમર્થન આપ્યું હતું. જો કે આ સરકાર નિષ્ફળ રહી છે. આ સરકારના સહયોગીયોની વચ્ચે કોઈ સમન્વય અને સમજ નથી. આ કારણે મેં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજયમાં એક મજબૂત સરકાર બનાવી શકાય.
આ પત્રમાં તેમણે લખ્યું છે કે, પોતે જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકારને આપેલું સમર્થન તાત્કાલિક અસરથી પરત ખેંચી રહ્યાં છે. અલબત્ત સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકાર પાસે હાલ પણ 118 ધારાસભ્યોનું સમર્થન છે. ધારાસભ્યોએ કહ્યું છે.કે, આ ગઠબંધન સારી સરકાર આપવામાં નિષ્ફળ ગયું છે.
આર. શંકરે કહ્યું કે, હું ઈચ્છું છું કે સરકાર બદલાઈ જાય. સરકાર સક્ષમ હોવી જોઈએ. આ કારણે હું ટેકો પરંત લઈ રહ્યો છું. ેબે અપક્ષ ધારાસભ્યો સિવાય બસપાના એક ધારાસભ્યનું પણ સરકારને સમર્થન છે. બસપા વિધાયક એન મહેશે પણ ઓક્ટોબરમાં કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું પણ સમર્થન ચાલુ રાખ્યું હતું.
કર્ણાટક સરકારને ટેકો પાછો ખેંચનારા બે અપક્ષ ધારાસભ્યોના નામ એચ નાગેશ અને આર શંકર છે. નાગેશ મુલાબાગિલૂ સીટના અપક્ષ ધારાસભ્ય છે. જયારે શંકર રેનબેન્નૂર વિધાનસભા સીટ પરથી કેપીજેપીના ધારાસભભ્ય છે. બંને ધારાસભ્યોએ કર્ણાટકના રાજયપાલ બનવારી લાલ પુરોહિતને અલગ અલગ પત્ર લખ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -